



જંબુસર તાલુકાની જનવિકાસ સમાજ ઉપયોગી કાર્યો છેલ્લા બે ત્રણ વર્ષથી કરે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સૂત્ર અનુસાર જનવિકાસ જંબુસર દ્વારા સરવા ફાઉન્ડેશન અમદાવાદ અને નાડા ગ્રામ પંચાયતના સહકારથી નાડા દેવજગન રામેશ્વર મંદિર ખાતે ટ્રી પ્લાન્ટેશન વર્ક અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મંદિરને હરિયાળું અને ચોખ્ખું બનાવવાથી વાતાવરણમાં સુધારો થાય છે. પર્યાવરણની જાળવણી અને શુદ્ધ રાખવા દરેક નાગરિકની ફરજ છે. આવનાર સમયમાં દેવજગન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવાનો હોય જેના ભાગરૃપે મંદિરના પટાંગણમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. સફાઇ અભિયાનમાં તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ જન વિકાસના જેસંગભાઈ મંત્રી ચંદુભાઈ વાઘેલા વિનોદભાઈ ગોહિલ ગામ અગ્રણીઓ અને જનતા હાજર રહ્યાં હતાં.