



કરજણ બેઠકના ભાજપાના અક્ષયભાઈ પટેલની ભવ્ય વિજય સંકલ્પ રેલીનું સાધલી ખાતે સાવલીના ધારાસભ્ય અને સાધલી જિલ્લા પંચાયત બેઠક ના ઇન્ચાર્જ કેતનભાઈ ઇનામદારે ફુલહાર વડે સ્વાગત કર્યુ
147 કરજણ – શિનોર – પોર વિધાનસભા ની પેટાચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજરોજ કરજણ બેઠક ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષયભાઈ પટેલ ના પ્રચાર અર્થે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પટેલવાડી કરજણ ખાતેથી નીકળેલ ભવ્ય વિજયસંકલ્પ રેલી શરૂ થઈને કંડારી હાઇવે થઈને પોર જુના નેશનલ હાઇવે થી માંગલેજ થી કુરાલી થઈ ને સાધલી ખાતે આવી પહોંચેલ ભવ્ય વિજય સંકલ્પ રેલી નું સાવલી ના ધારાસભ્ય અને સાધલી જિલ્લા પંચાયત ના ઇન્ચાર્જ કેતનભાઈ ઇનામદાર અને પ્રદેશ મંત્રી રમણભાઈ સોલંકી, રાષ્ટ્રીય કિસાન મોરચા મંત્રી સતિષભાઈ ખેરવાડી સહિત, શિનોર તાલુકા બી.જે.પી પ્રમુખ .સી.એમ .પટેલ ના ઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ કરજણ બેઠક ના ભાજપ ના ઉમેદવાર અક્ષયભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય સતિષ ભાઈ પટેલ નાઓએ સાધલી બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર સાહેબ ની પ્રતિમા ને ફુલહાર પહેરાવીને અક્ષયભાઈ પટેલ ને જંગી બહુમતી થી જીતાડવા કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો હતો.