



કિરણસિંહ ગોહિલ – વાત કરીએ 12 વરસથી નાસતા ફરતા આરોપીની 2005માં પલસાણા વિસ્તારમાં હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીને આજીવન કેદની સજા થઈ હતી. જોકે 2008 માં બહેનના લગ્નમાં શરતી જામીન પર આરોપી પેરોલ પર છૂટ્યો હતો અને ત્યારબાદ નાસતો ફરતો હતો.જોકે આરોપી સુરત ગ્રામ્ય પોલીસના હાથે ઝડપાઇ જતા ફરી જેલ ભેગો થઈ ગયો છે.
સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસના જાપતા માં ઉભેલા આ ઇસમનું નામ છે મનોજ ઉર્ફ રાહુલ જય કરણ તિવારી ..આરોપી મનોજ પર લૂંટ અને હત્યાનો ગુનો નોંધાયો છે.પલસાણા ના કડોદરા વિસ્તારમાં 2005 મનોજ તેના સાગરીતો સાથે મળી દાદુલાલ ધોબી ને લોખંડ ના સળિયા વડે મારી લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ વરેલી ખાતે દેશી કત્તા વડે કુમુદ ગૌરી શંકર તિવારી પર ફાયરિંગ કરી ખુન કર્યું હતું આ ગુનામાં આરોપીને આજીવન કેદની સજા થઈ હતી.જોકે આરોપીએ 2008 માં બેનના લગ્ન હોવાનું કારણ આગળ ધરી વચગાળાના જામીન પર છૂટ્યો હતો.અને પોતાના વતન ગયા બાદ હાજર થયો નોહતો અને સતત 12 વરસથી નાસતો ફરતો હતો..ગઈકાલે સુરત ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે આરોપીને કડોદરા વિસ્તારમાંથી ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો.
હાલતો આરોપી મનોજ ઉર્ફ રાહુલ સુરત ગ્રામ્ય પોલીસના હાથે ઝડપાઇ જતા તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.