



ખો ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત ખો ખો ફેડરેશનની 40 વર્ષ જૂની બોડીની સુસ્ત કામગીરીની પગલે નવી બોડી બનાવવાનો લેવાયો નિર્ણય
ખો ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં ખો ખોની રમતના વિકાસ માટે પત્ર દ્વારા ગુજરાત ફેડરેશન ઓફ ખો ખો એસોસિએશનનાં ૪૦ વર્ષનાં એક હથ્થુ શાસન કરતી બોડીને વિખેરી નાખી છે. હવે નવેસરથી ચૂંટણી યોજીને અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, ખજાનજી અને મંત્રી પદની નિમણૂક કરવા માટે જણાવાયું હતું.
ઇન્ડિયા ખો ખો ફેડરેશનનાં આદેશ મુજબ આજે વડોદરા ખાતે ચૂંટણી યોજવામાં આવી. ચૂંટણી અધિકારી એસ.એસ. મલિકની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણી જેમાં ગુજરાતભરનાં ખોખો સાથે સંકળાયેલા વિવિધ જિલ્લાના 25 જેટલા પ્રતિનિધિઓ એ મતદાન કર્યું હતું. અંતે ગણતરી બાદ મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ પદે જયેશ દળવી, ઉપાધ્યક્ષ પદે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, મંત્રી પદે હાર્દિક મિસ્ત્રી અને સહમંત્રીના પ્રદેશ સુરેશકુમાર દેસાઇ સહિત હસમુખ પટેલને ખજાનજી પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા .