



– ગિલગિત અને બાલ્ટિસ્તાન સહિતનું આખું પીઓકે અમારૂં, પાકિસ્તાન કબજો ખાલી કરે : ભારત
ઇમરાનના નિર્ણયથી પાક.ના 11 પક્ષો વિફર્યા, ઉગ્ર દેખાવો કરવાની ચીમકી
ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ગિલગિત અને બલ્ટિસ્તાનને પોતાનો પ્રાંત જાહેર કરવા માટે કામચલાઉ વિશેષ દરજ્જો આપી દીધો છે. જેને પગલે ભારતે આક્રામક વિરોધ કર્યો છે કેમ કે આ બન્ને વિસ્તાર પીઓકેનો ભાગ છે જે ભારતનો હિસ્સો છે પણ પાકિસ્તાને હુમલા કરીને પચાવી પાડયો હતો. પાકિસ્તાનના આ પગલાનો ભારે વિરોધ થવા લાગ્યો છે.
ગિલગિત અને બલ્ટિસ્તાનના સૃથાનિકો દ્વારા પણ પાકિસ્તાનના આ પગલાનો વિરોધ થઇ રહ્યો છે, જોકે તેના પર ધ્યાન આપ્યા વગર ઇમરાન ખાને તેને હડપવા માટે આ વિશેષ દરજ્જો આપવાની જાહેરાત કરતા હાલ પાક.માં પણ વિવાદ વધ્યો છે. બીજી તરફ ભારતે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને કહ્યું છે કે ગિલગિત અને બલ્ટિસ્તાનને પોતાનો પાંચમો પ્રાંત જાહેર કરવાનું પાકિસ્તાનનું પગલુ અસ્વિકાર્ય છે કેમ કે આ બન્ને વિસ્તારો ભારતનો જ ભાગ છે.
જ્યારે બીજી તરફ ઇમરાન ખાને જુઠાણા ફેલાવતા કહ્યું છે કે અમે આ નિર્ણય સંયુક્ત રાષ્ટ્ર સિક્યોરિટી કાઉન્સિલના રિઝોલ્યૂશનને ધ્યાનમા રાખીને લીધો છે. આ બન્ને પ્રાંતમાં અત્યાર સુધીમાં સૃથાનિક સરકાર જેવી સિૃથતિ હતી અને પાકિસ્તાનની સરકાર પાસે ઓછી સત્તા હતી, પણ હવે ઇમરાન ખાને તેને પાક.નો પાંચોમાં પ્રાંત જાહેર કરવા માટે અસૃથાઇ દરજ્જો આપી દીધો છે. જેને પગલે સૃથાનિકોમાં રોષ વધવા લાગ્યો છે.
આગામી દિવસોમાં ત્યાં પાકિસ્તાન દ્વારા ચૂંટણી પણ યોજવામાં આવી શકે છે. ખુદ પાકિસ્તાનના નેતાઓ દ્વારા પણ વિરોધ થવા લાગ્યો છે. પાકિસ્તાનના 11 પક્ષોના મહાગઠબંધનના નેતા મૌલાના ફઝલુર રેહમાને કહ્યું હતું કે કાશ્મીરીઓના લોહી પર આ ડીલ થઇ છે.
કાશ્મીર ડિપ્લોમસીના નામે વ્યાપાર થવા લાગ્યો છે. કાશ્મીરના અમે ભાગલા નહીં થવા દઇએ. પાકિસ્તાન અહીં ચીન સાથે મળીને બિઝનેસ કોરીડોર બનાવવા જઇ રહ્યું છે જેને પગલે પણ સૃથાનિકો અને વિપક્ષ દ્વારા રોષ વધી રહ્યો છે. જ્યારે બીજી તરફ ઇમરાન ખાને દાવો કર્યો છે કે અમે આ પ્રાંતને ગરીબીમાંથી બહાર કાઢવા માગીએ છીએ.