



સૈફુલ્લા નેતાઓ, પોલીસ અને સૈન્ય પર અનેક હુમલા કરી ચુક્યો છે, સૈન્યની સૌથી મોટી સફળતા : આઇજીપી
શ્રીનગર,
જમ્મુ કાશ્મીરમાં સૈન્યને એક મોટી સફળતા મળી છે. શ્રીનગરની પાસે સૈન્ય અને આતંકીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ ડો. સૈફુલ્લાને ઠાર મારવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે આતંકીઓ સામેની આ એક મોટી સફળતા છે. અને આગામી દિવસોમાં હજુ પણ મોટા ઓપરેશન પાર પાડવામાં આવશે.
સૈન્ય અને પોલીસે સૈફુલ્લાને કાશ્મીરનો સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કર્યો હતો, તે હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ હતો અને કાશ્મીરમાં સૈન્ય તેમજ પોલીસ પર અનેક હુમલા કરી ચુક્યો છે. આઇજીપી વિનય કુમારે જણાવ્યું હતું કે સૈફુલ્લાનો સફાયો કોઇ મામૂલી નહીં પણ બહુ જ મોટી સફળતા છે.
આતંકીઓ છુપાયા હોવાની અમને બાતમી મળી હતી જે બાદ આ ઓપરેશનને પાર પાડયું છે. આશરે 72 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં અંતે આતંકીને ઠાર મરાયો હતો. માર્યો ગયેલો આતંકી સૈફુલ્લા અનેક હુમલામા ંસામેલ હતો, ભાજપના એક નેતાની હત્યામાં તે માસ્ટરમાઇન્ડ હતો.
આતંકી માર્યો ગયો તે બાદ તપાસ દરમિયાન બહુ જ મોટા પ્રમાણમાં હિથયારો અને વિસ્ફોટક સામગ્રી ઘટના સૃથળેથી મળી આવી હતી. આઇજીપીએ જણાવ્યું હતું કે સૈફુલ્લા દક્ષિણ કાશ્મીરથી અહીં આવ્યો છે અને એક મકાનમાં છુપાયો છે તેવી અમને માહિતી મળી હતી જે બાદ કાફલા સાથે સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.
બીજી તરફ પાકિસ્તાન દ્વારા એલઓસી પર ભારે તોપમારો કરવામાં આવ્યો હતો, જેમાં સરહદના અનેક મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અહીં શિવનું એક મંદિર આવેલું છે જેને પણ પાકિસ્તાન સૈન્યએ નિશાન બનાવી તોપમારો કર્યો હતો જેથી મંદિર અને તેની આસપાસના મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. બાદમાં ભારતીય સૈન્ય દ્વારા પણ આક્રામક રીતે વળતો જવાબ આપવામાં આવ્યો હતો.