



– ચૂંટણી ખર્ચને લઇને 16 ઉમેદવારોને નોટિસ, ચૂંટણીપંચને 358 ફરિયાદો મળી
આઠ બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણી દરમિયાન પોલીસે રૂા.1 કરોડનો દારૂ ઝડપી પાડયો છે. આ ઉપરાંત રૂા.25 લાખની રોકડ રકમ પણ ઝડપી લીધી હતી જેની આયકર વિભાગે પણ તપાસ હાથ ધરી છે.ચૂંટણી પંચને પોર્ટલના માધ્યમથી કુલ 358 ફરિયાદો પણ મળી હતી.
પેટાચૂંટણીમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન ન થાય તે માટે ખાસ સાવચેતી રખાઇ હતી .રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું કે,કોરોનાની ગાઇડલાઇનનુ ઉલ્લંઘન કરતાં ચાર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માસ્ક ન પહેરનારા પાસેથી કુલ 30 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.
27 ફલાઇંગ સ્કોવોર્ડ ,27 સ્ટેટિક સર્વેલન્સ ટીમો ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર નજર રાખી રહી છે. ચૂંટણી ખર્ચને લઇને પ્રથમ ઇન્સ્પેક્શનમાં 16 ઉમેદવારો અને બીજા ઇન્સ્પેક્શનમાં 3 ઉમેદવારોને નોટિસ આપવામાં આવી છે. પ્રત્યેક ઉમેદવારના ખર્ચ રજીસ્ટરની ચકાસણી કરી વેબસાઇટ પર મૂકવામાં આવે છે.
પેટાચૂંટણીમાં ય દારૂની રેલમછેલ થઇ હોય તેવુ પ્રસ્થાપિત થયુ હતું કેમકે, નશાબંધી અને આબકારી વિભાગે એક કરોડનો દારૂ પકડી પાડયો હતો. પંચને પોર્ટલના માધ્યમથી 358 ફરિયાદો મળી તેમાં 353 ફરિયાદોનો ઉકેલ લાવી દેવાયો છે.