



અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ દ્વારા 14 લાખના ખર્ચે વેન્ટિલેટરનું દાન કરવામાં આવ્યું હતું. સંસ્થાએ વેન્ટિલેટર ઉપરાંત અગાઉ પણ રોટરી ક્લબ લોક ડાઉન દરમિયાન પણ વિવિધ મદદ પહોંચાડી હતી. પ્રવર્તમાન કોવિડ – 19 ની પરિસ્થિતિમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને નિઃશુલ્ક સારવાર પુરી પાડવામાં અંકલેશ્વર ખાતેની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખુબ જ મોટો ફાળો આપી રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં દાખલ દર્દીઓને અગવડ ના પડે તે હેતુથી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તરફથી રૂપિયા 14 લાખ મૂલ્યના બે વેન્ટિલેટર, જેમાં એક ડ્રેગર કંપનીનું નવજાત શિશુ માટેનું તેમજ બીજું પુખ્તવયના દર્દીઓ માટેના આધુનિક વેન્ટિલેટર દાનમાં આપવામાં આવશે.
આ પ્રસંગે રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ 3060 પ્રોજેક્ટ ચેરમેન મનીષ શ્રોફ, પ્રેસિડેન્ટ રાજેશ નાહતા, પૂર્વ પ્રમુખ અનિતા કોઠારી, હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાણી અને હિતેનભાઈ આનંદપુરા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરે કોવિડ-19 પેંડેમીક માં ભરૂચ જિલ્લાના સમુદાયને મોટી સંખ્યામાં સામાજિક સેવાના ભાગરૂપે માનવતાવાદી પ્રોજેક્ટ્સ કરેલ છે અને તેથી સમગ્ર ભારતના રોટરી ક્લબ માં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને ચોથો ક્રમ પણ મેળવ્યો છે.