



– સ્થળની ક્ષમતાના 50%થી વધુ નહીં પણ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગનું આયોજન કરી શકાશે
લગ્નસરાને આડે હવે 3 સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે લગ્નવાંચ્છુઓ માટે આનંદના સમાચાર છે. ગુજરાતમાં લગ્ન સમારોહમાં હવેથી 100ને સૃથાને 200 લોકો હાજર રહી શકશે. લગ્ન સમારોહનું સૃથળની ક્ષમતાના 50%થી વધુ નહીં પણ મહત્તમ 200 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરી શકાશેકેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે આ છૂટછાટનો 3 નવેમ્બરથી રાજ્યભરમાં અમલ થશે.
કોરોના સંક્રમણને પગલે ‘અનલોક’ની ગાઇડલાઇન્સ પ્રમાણે અગાઉ લગ્ન કે સત્કાર સમારોહમાં માત્ર 100 લોકો જ હાજર રહી શકે તેવી પરવાનગી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે 200 લોકોને છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા-સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.
બંધ હોલમાં આ પ્રકારનો સમારોહ યોજાઇ રહ્યો હશે તો તેવા કિસ્સામાં હોલની કેપેસિટીના 50 %થી વધુ નહીં પણ મહત્તંમ 200 વ્યક્તિઓની મર્યાદામાં સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. જેનો મતલબ કે લગ્ન સમારોહમાં 200 લોકોને આમંત્રિત કરી રહ્યા હોવ તો તે સૃથળની ક્ષમતા 400થી વધુની હોવી જોઇએ.
ગુજરાત સરકારે જારી કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, ‘કન્ટેન્મેન્ટ ઝોનમાં 1 નવેમ્બરથી 30 નવેમ્બરના રાત્રે 12 કલાક સુધી લોક ડાઉનની અવિધ લંબાવવામાં આવી છે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં 30 સપ્ટેમ્બરના હુકમ અનુસાર નિયત પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે. આ માર્ગદર્શિકા પ્રમાણે હવે અગાઉની જેમ ધામધૂમથી લગ્ન સમારોહ યોજી શકાશે. કોરોનાને પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી સમારોહ-મેળવડા યોજવા પર પ્રતિબંધ હતો.
2020માં લગ્નના માત્ર 8 શુભ મુહૂર્ત
2020માં લગ્ન માટે હવે માત્ર 8 શુભ મુહૂર્ત છે. જેમાં નવેમ્બરમાં 27-29-30 જ્યારે ડિસેમ્બરમાં 1-7-9-10-11 તારીખનો સમાવેશ થાય છે. જો કે, લગ્નવાંચ્છુઓ માટે રાહતની વાત એ છે કે 2021માં લગ્ન માટેના 50 મુહૂર્ત છે. જેમાં જાન્યુઆરીમાં 1, ફેબુ્રઆરીમાં 2, એપ્રિલમાં 8, મેમાં 15,જૂનમાં 6, જુલાઇમાં 5, નવેમ્બરમાં 7, ડિસેમ્બરમાં 6 શુભ મુહૂર્તનો સમાવેશ થાય છે.