Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsCrimeEducational

અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિરના શિક્ષકે શાળાના છાત્રોના ઓનલાઇન ગ્રૂપમાં અશ્લિલ ફોટો મુકતા હોબાળો – વાલીઓએ શિક્ષકને ઘરે જઇ ફટકાર્યો, શાળાએ બરતરફ કર્યો

અંકલેશ્વરના પદ્માવતી નગરની સરસ્વતિ વિદ્યામંદિરના શિક્ષકે સોમવારે સવારે શાળા અને ટ્યુશનના વિદ્યાર્થીઓના ઓનલાઈન ગ્રૂપમાં અશ્લીલ ફોટો અપલોડ કરતા હોબાળો મચી ગયો હતો. શિક્ષકની હરકતથી વિદ્યાર્થીઓમાં સોંપો પડી ગયો હતો. વિદ્યાર્થીઓએ ઘટનાની જાણ વાલીઓને કરતાં હેબતાઇ ગયેલા વાલીઓએ શાળા પર પહોંચી હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા વાલીઓ શિક્ષકના ઘરે પહોંચી જઇ તેને મેથીપાક આપ્યો હતો. સમગ્ર મામલો જીઆઇડીસી પોલીસ મથકે પહોંચતા પોલીસે શિક્ષકની અટકાયત કરી હતી. બીજી તરફ શાળાએ શિક્ષકને તાત્કાલિક બરતરફ કરી દીધો હતો.

અંકલેશ્વર-રાજપીપલા રોડ પરના પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ખાતે કમ્પ્યૂટર, સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ આપતા મૂળ યુપીના શિક્ષક રાકેશ ચોબેની અશ્લિલતા શાળાના બાળકોના ઓનલાઇન ગ્રુપમાં છતી થતાં ભારે હોબાળો મચી ગયો હતો. શિક્ષક શાળા તેમજ ટ્યુશન કલાસીસનું એક સાથે જ ગ્રૂપ પણ ચલાવી રહ્યો હતો. ઘરેથી ચાલી રહેલા ઓનલાઇન ક્લાસીસમાં શિક્ષક રાકેશ ચોબેએ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ માટે બનાવવામાં આવેલા ગૃપમાં સોમવારે સવારે અશ્લીલ ફોટો મૂકી દીધો હતો. શિક્ષકની કરતૂતથી વિદ્યાર્થીઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ ગયા હતાં.

બાળકોએ વાલીઓને ફરિયાદ કરતાં તેઓ શાળા પર પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ શિક્ષકના ઘરે પહોંચી જઇ તેને ફટકાર્યો હતો. ઘરેથી તેને શાળા સંકુલ ખાતે પણ લઇ આવ્યા હતાં. દરમિયાન વાલીઓએ મચાવેલા હોબાળાનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર પણ એકશનમાં આવી ગયું હતું.

જીઆઇડીસી પોલીસનો સ્ટાફ શાળા સંકુલ પર પહોંચતા વિદ્યાર્થીઓ અને વાલીઓના ટોળા જામ્યા હતા. શાળાના આચાર્ય અને મેન્જમેન્ટ સમક્ષ વાલીઓએ ઉગ્ર રજૂઆત કરતા શિક્ષકને શાળામાંથી તાત્કાલિક બરતરફ કરી દેવામાં આવ્યો હતો. અલબત્ત, કોઇ વાલીએ ફરિયાદ ન કરતાં પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતાં.

શિક્ષકનું માફીનામું, ભૂલથી વીડિયો અપલોડ થયો,અંકલેશ્વર પણ છોડી દઇશ
વાલીઓએ મેથીપાક આપતાં શિક્ષકે શાળા અને પોલીસ સમક્ષ લેખિતમાં નિવેદન આપ્યું હતું. તેમણે માફીનામામાં ભૂલથી આ ફોટો અપલોડ થઇ ગયો હોવાનું સ્વીકાર્યું હતું. જોકે, વાલીઓનો ઉકાળતો ચરૂ જોઇ શિક્ષકે અંકલેશ્વર છોડી દેવાની પણ હૈયાધારણ આપી હતી. ઘટના સંદર્ભે પોલીસ ફરીયાદ કરવા કોઈ વાલી કે સ્કૂલ મેનેજમેન્ટ આગળ આવ્યું ન હતું. જોકે, જીઆઇડીસી પોલીસે અભ્યાસક્રમનાં ગૃપમાં અશ્લીલ ફોટો શેર કરનાર શિક્ષકની અટકાયત કરી હતી.

શિક્ષકને બરતરફ કર્યાનું શાળાનું રટણ
વિદ્યાર્થીઓના ગ્રૂપમાં અશ્લિલ ફોટો અપલોડ કરવાના મામલે શાળા મેનેજમેન્ટે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતુ઼ં. શિક્ષકને ત્વરિત અસરથી નોકરી પરથી બરતરફ કર્યો છે અને તેનું લેખિત નિવેદન લઇ પોલીસને સોંપ્યો છે. તેવું રટણ કર્યું હતું.

संबंधित पोस्ट

World’s First Husband Wife Duo Film Music Director.

Vande Gujarat News

ભરૂચમાં કોરોના વેક્સિનેશનની શુભ શરૂઆત:પ્રથમ તબક્કમાં 300 ફ્રન્ટ લાઇન વોરિયર્સ પૈકી 159ને‘કોવી શિલ્ડ’

Vande Gujarat News

ગુજરાતમાં કોરોનાના XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો

Vande Gujarat News

पीएम मोदी G20 शिखर सम्मेलन में हुए शामिल, कहा- कोरोना द्वितीय विश्वयुद्ध के बाद दुनिया के सामने आई सबसे बड़ी चुनौती

Vande Gujarat News

સરકારી યોજના/ ભારત સરકાર મહિલાઓને આપે છે 6000 રૂપિયા, 3 હપ્તામાં મળશે રૂપિયા

Vande Gujarat News

પાલેજની કે પી એસ સ્કૂલ ખાતે આઇ જી પી સંદીપ સિંગ ની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો…..

Admin