



અંકલેશ્વરની બાઈસીકલ ક્લબના યુવાનો સાઇકલ લઇ 106 કિમી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા. સરદાર પટેલની જન્મ જયંતિ અનોખી રીતે ઉજવણી કરી હતી. સૂર્યા ગ્રુપ ઓફ કંપનીઝ ના સહયોગથી આયોજન કરાયું કરવામાં આવ્યું હતું. બાઈસીકલ ક્લબના 7 સભ્યો સાઇકલ લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી પોતાની સાયકલ યાત્રા સંપન્ન કરી હતી. આ ઉપરાંત સાંજે જોગર્સ પાર્ક ખાતે થી 10 કિમી સાઇકલ રેલીનું પણ આયોજન કરવામા આવ્યું હતું. અંકલેશ્વર સૂર્યા ગૃપ ઓફ કંપનીઝના સહયોગથી અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં અંકલેશ્વર ના સાયક્લિસ્ટ યશ જોષી, નિલેશ ચૌહાણ, નિતિસ કુમાર, ધ્રુવ પટેલ, રાકેશ સિંગ, અભિજિત પાટીલ તથા કુલદીપ પટેલઆ સાયકલ યાત્રા સફળતા પૂર્વક પૂરી કરી 106 કિ.મી સાયક્લિંગ કયુઁ હતું.