



નેશનલ હાઇવે પર નં-48 ઉપર ભરૂચ જિલ્લાના નબીપુર પાસે આજે બપોરે કારમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે કારમાં બેઠેલા લોકો સમયસર ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે કાર આગમાં બળીને ખાખ થઇ ગઇ હતી.
કારમાં આગ લાગતા જ વાહન ચાલકો રસ્તા પર ઉભા રહી ગયા
ભરૂચ જિલ્લાના નબીપુર પાસે આજે બપોરે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેને પગલે નેશનલ હાઇવે પર દોડધામ મચી ગઇ હતી અને આસપાસમાંથી પસાર થતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને કારમાં આગ લાગતા જ વાહન ચાલકો રસ્તા પર ઉભા રહી ગયા હતા. જોકે, કારમાં બેઠેલા લોકો કારમાંથી ઉતરી ગયા હતા. જેને પગલે તમામ લોકોનો બચાવ થયો હતો, પરંતુ, કાર બળીને ખાખ થઈ ગઇ ગઇ હતી.
શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન
નબીપુર પાસે કારમાં લાગેલી આગનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.