



- ઇન્ડસ્ટ્રીઝને પ્રદૂષિત પાણી નહીં છોડવાની તાકીદ, છતાં પ્રદૂષિત પાણી વહેતુ થતા પર્યાવરણવાદીઓમાં ભારે રોષ ફેલાયો
- દિવાળી ટાળે જ સર્જાયેલી સમસ્યાથી ઉદ્યોગોમાં પ્રોડક્શન લોસ : પીરામણ પમ્પીંગ સ્ટેશન પાસે ફરી એસિડિક પાણીનો ધોધ વહેતો થયો
કંટીયાજાળ જાળ નજીક એનસીટીની લાઈનમાં 3 દિવસ થી ભંગાણ સર્જાયું છે જેનું સમારકામ પૂર્ણતાના આરે છે. ઇન્ડસ્ટ્રીઝને પ્રદુષિત પાણી ના છોડવાની હિદયાત છતાં પ્રદુષિત પાણી વહેતુ થતા પર્યાવરણવાદીઓ માં રોષ જોવા મળ્યો હતો. દિવાળી ટાળે જ સર્જાયેલી સમસ્યા થી ઉદ્યોગો માં પ્રોડક્શન લોસની માંથી અસર ઉભી થઇ છે. પીરામણ પમ્પીંગ સ્ટેશન પાસે ફરી એસિડિક પાણીનો ધોધ વહેતો થતા પ્રકૃતિ પ્રેમીમાં આક્રોશ વધ્યો હતો.
અંકલેશ્વર-પાનોલીના ઓદ્યોગિક વસાહતના પ્રદુષિત પાણીનું વહન કરતી પાઈપ લાઈન માં કંટીયાજાળ પાસે ભંગાણ ત્રણ દિવસ પૂર્વે સર્જાયું હતું. જેની સમારકામ હાલ અંતિમ ચરણ છે. જે ને લઇ ભંગાણ સર્જાતા જ ત્વરિત અસર થી ઉદ્યોગો પ્રદુષિત પાણી એનસીટી તરફ ના મોકલવા એમ તેમજ ટેલિફોની માધ્યમ થી જાણ કરવામાં આવી હતી જે ઘટના 3 દિવસ વિતતાંજ ફરી પ્રદુષિત પાણી આમલાખાડી માં વહેતુ થતા પ્રાયાવરણ વાદીઓ માં રોષ ફેલાયો છે. પીરામણ પમ્પીંગ સ્ટેશન પાસે ઉદ્યોગોનું પ્રદુષિત પાણી બનાવેલ પાળા પર થી ઓવર ફ્લો થઇ આમલાખાડી માં જઈ રહ્યું હતું વાલિયા ચોકડી પાસે આવેલ ફાઈનલ પમ્પીંગ સ્ટેશન માં થી પણ એફલુઅન્ટ આમલાખાડી માં ત્રણ દિવસ થી વહી રહ્યું છે.
જેના કારણે પર્યાવરણ ને ગંભીર નુકશાન થઇ રહ્યું છે. જળ ચર અને માછલીઓ ના મરણ થવાના અનેક બનાવો બન્યા પછી પણ તંત્ર ગંભીર બન્યું નથી.કેટલાક ઓદ્યોગિક એકમો નિયમો નું અને સૂચનાઓ નું ઉલ્લઘન કરતા આવ્યા છે. છતાં તેઓ પર અંકુશ લાદી શકાયું નથી. વસાહતો ના પર્યાવરણ ની દેખરેખ રાખવા માટે જવાદાર વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી રહી હોવાનો આક્ષેપ પર્યાવરણ પ્રેમીઓ એ કર્યો હતો.
ઉદ્યોગો સામે કાર્યવાહી કરવામાં તંત્ર વામણું પુરવાર થયું
લાઈનોમાં વારવાર ભંગાણ સર્જાય છે અને કેટલાક ઓદ્યોગિક એકમો નિયમો અને સૂચનાઓ નું ઉલ્લઘન કરી પ્રદુષિત પાણી ખાડીઓમાં છોડે છે અને તંત્ર તેઓને રોકવામાં નિષ્ફળ થાય છે. આ ટ્રીટમેન્ટ થયા વગરનું પ્રદુષિત પાણી ખાડીઓમાં જાય છે. > સલીમ પટેલ, સભ્ય પ્રકૃતિ સુરક્ષા મંડળ
સ્થળ તપાસ કરી જરૂરી સેમ્પલ લેવાયા છે
3 દિવસ પૂર્વે કટીયાજાળ નજીક ભંગાણ પડ્યું હતું જેનું જે અંગે જરૂરી સ્થળ તપાસ કરી એનસીટી ને સ્થળ નોટિસ પણ આપવામાં આવી છે.અને સ્થિતિ પર નજર રાખવા બંને એસેટ માં મોનીટંરીગ કરવામાં આવી રહ્યું છે. તેમજ ફરિયાદ આધારે સેમ્પલ લઇ જરૂરી કાર્યવાહી કરી વડી કચેરીએ રિપોર્ટ મોકલી આપ્યો છે.> આર.આર. વ્યાસ, પ્રાદેશિક અધિકારી, જીપીસીબી, અંકલેશ્વર
મેન્ટેનન્સ કામગીરી પૂર્ણતાના આરે છે
કટીયાજાળ નજીક હાલ મેન્ટેનન્સ કામગીરી પૂર્ણતા ના આરે છે આ બાબતે સબંધિત વિભાગને જાણ કરાઇ છે. લાઈન શરૂ થઇ શકે છે. > પ્રફુલ પંચાલ, ચેરમેન, જીપીસીબી, અંકલેશ્વર.