Vande Gujarat News
Breaking News
BJPBreaking NewsCongressElectionGujaratIndiaKarjanPoliticalPoliticsVadodara

કરજણ બેઠકની પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ, ભાજપાના અક્ષય પટેલ અને કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા નો જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો

સંજય પાગે – ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે.

કજરણના ભરથાણા ગામ માં કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ મતદાન કર્યું હતું અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલે પણ વહેલી સવારે મતદાન કરી અને જીત માટે દાવેદારી નોંધાવી હતી. મિયાગામ કરજણ, દેથાણ અને સાપા ત્રણ સ્થળોએ EVM ખોટકાતા મતદાન સમયસર શરૂ ન થયું હતું.

કરજણ બેઠક પર 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.પરંતુ અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. કરજણ બેઠક પર 1,04,834 પુરૂષ અને 99,761 સ્ત્રી તેમજ અન્ય 13 સહિત કુલ 2,04,608 મતદારો નોંધાયા છે. 246 મુખ્ય મતદાન મથકો અને 65 પૂરક સહિત કુલ 311 મતદાન મથકો પર મતદાન થઇ રહ્યું છે.

કરજણ બેઠકની પેટાચૂંટણીને લઇને આજે તમામ 311 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ ચૂંટણીમાં પહેલીવાર સરકારની કોવિડ -19 ગાઈડલાઈન મુજબ દરેક મતદારોને મતદાન કરવા માટે હેન્ડ ગ્લોઝ આપવમાં આવી રહ્યા છે. તેમજ મતદાન મથકમાં પ્રવેશતા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ મતદાન કરવા દેવામાં આવી રહ્યું છે.

હેન્ડ સેનેટાઇઝ અને માસ્ક પણ ફરજીયાત છે અને પીપીઇ કીટ રાખવમાં આવેલી છે. કોઈ કોવિડ 19 શંકાસ્પદ જણાઈ આવે તો પીપીઈ કીટ પહેરાવીને અને કર્મચારીઓને પણ પીપીઈ કીટ પહેરવીને મતદાન કરાવવામાં આવશે.


કોરોના મહામારીને ધ્યાને લઈ મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.આ ઉપરાંત તમામ કર્મચારીઓ માટે માસ્ક તથા હેન્ડ ગ્લોઝ અને ફેસ શિલ્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મતદાન માટે આવતા જે મતદારોએ માસ્ક પહેર્યું નહીં હોય તેવા મતદારો માટે માસ્ક તથા તમામ મતદારો માટે મતદાન કરવા માટે ડિસ્પોઝેબલ હેન્ડ ગ્લોઝની વ્યવસ્થા કરવામાં આવી છે.

संबंधित पोस्ट

પાટણ માં સોનાના દોરાની ચીલઝડપ કરનાર આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.પાટણ

Vande Gujarat News

દહેજમાં ધરણા કરનારા 31 લોકો સબજેલમાં ધકેલાયાં

Vande Gujarat News

માળીયા તાલુકાના અમરાપુર પે સેન્ટર શાળા માં બનેલ કિસ્સો બાબતે પ્રતિક્રિયા આપતા જે ડી ખાવડુ

Vande Gujarat News

पीएम मोदी के भाई प्रह्लाद मोदी चेन्नई के अस्पताल में भर्ती

Admin

કરજણ બેઠકની મત ગણતરી માટે ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર સુસજ્જ..

Vande Gujarat News

किसान आंदोलन के बीच पंजाब में निकाय चुनावों की घोषणा, आदर्श चुनाव आचार संहिता लागू

Vande Gujarat News