



સંદીપ દીક્ષિત – જંબુસર એસટી ડેપોમાંથી ૩૫૮ ટ્રીપો કાર્યરત છે બસોમા ખીચોખીચ મુસાફરો ભરી કોરોનાકાળ મા ડેપો સત્તાધીશો દ્વારા ધર્મ સ્કેનીંગ કે સેનિટાઈઝર મુસાફરોને કરાવવામાં આવતું નથી જેને લઈ ડેપો સત્તાધીશોની લાપરવાહી સામે આવી છે.
જંબુસર તાલુકા મથકનું સ્થળ છે. જ્યાં દરેક ગામની જનતાએ બહારગામ જવા નોકરીધંધે જવા જંબુસર એસટી ડેપોના સહારો લેવો પડતો હોય છે. જંબુસર એસટી ડેપોમાંથી કુલ ૪૮ રૂટ ની ૩૫૮ ટ્રીપો મળી કુલ ૨૦૪૮૦ કિલોમીટર ની આશરે અઢી લાખ ઉપરાંત રોજીંદી આવક થતી હોય છે હાલ કોરોના મહામારી ચાલુ હોઈ સરકાર દ્વારા પણ કોરોના નીતિનિયમોનું પાલન કરવા અંગે વખતોવખત જાણકારી આપવામાં આવતી હોય છે.
કંપની સંચાલકો સરકારી ઑફિસો દુકાનદારો પણ સેનિટાઈઝર માસ્કનો ઉપયોગ કરતા હોય છે પરંતુ જંબુસર એસટી ડેપોના સંચાલકોને જાણે કોરોનાનો ડર ન હોય તેમ કોઇ પ્રકારની સરકારની ગાઈડલાઈનનો પાલન કરવામાં આવતું નથી, ના તો મુસાફરોનું થર્મ સ્કેનિંગ થાય છે કે, ના તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવે છે. શરુઆતમાં જંબુસર એસટી ડેપોમાં દરેક મુસાફરોનું થર્મસ સ્કેનિંગ સેનેટાઈઝરથી હાથ સફાઈ કરાવવામાં આવતાં હતાં. પરંતુ હમણાં કોઈ પણ પ્રકારની સરકારની ગાઈડલાઈનનો પાલન કરવામાં આવતું નથી. બસોમાં ખીચોખીચ મુસાફરો ભરી દેવામાં આવે છે.
એસ ટી સત્તાધીશોને કોરોનાનો ડર નથી ? કંડકટરો પાસે થર્મસ સ્કેનિંગ મશીન હતું તે ક્યાં છે ? સેનિટાઇઝર હતું તે ક્યાં છે ? તેવા પ્રશ્નો લોક માનસમાં ઘૂમી રહ્યાં છે. જંબુસર એસટી ડેપોમાં દરેક મુસાફરનું થર્મસ સ્કેનિંગ થાય સેનિટાઇઝરથી હાથ સફાઈ કરાવવા માટે ડેપોમેનેજર એટીઆઈ ની ફરજ નથી તેવા પ્રશ્નો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે. વહેલી તકે ડેપો સત્તાધીશો દ્વારા મુસાફરોનું ફાર્મ સ્કેનિંગ અને હાથ સેનેટાઇઝરથી સફાઈ કરાવવામાં આવે તે ઈચ્છનીય છે.