



નેત્રંગમાં મંગળવારી હાટ બજાર શરૂ થતા નાના વેપારીઓમાં આનંદ,
૭૮ ગામના ગરીબ લોકોને જીવનજરૂરીયાત ચીજવસ્તુ રાહત તરે મળશે
દિવ્યાંગ મિસ્ત્રી – કોરોના વાયરસના સંક્રમણના કારણે કેન્દ્ર સરકારે લોકોની આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખતા સમગ્ર દેશને લોકડાઉન જાહેર કરતા તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ થઈ ગયા હતા,ત્યારબાદ સરકાર દ્વારા અનલોક પાંચ બાદ છૂટછાટો આપતા મોલ,થિયેટરો. બાગ-બગીચાઓ વગેરે ચાલુ કરવાની છૂટ આપતા ધંધા-રોજગાર ધીમી ગતિએ શરૂ થયા હતા .
ભરૂચ-નર્મદા અને સુરત જીલ્લામાં હાટબજાર રાબેતા મુજબના શરૂ થઈ ગયા હોવા છતાં છેલ્લા આઠ માસથી નેત્રંગ ટાઉનમાં મંગળવારી હાટબજાર નહીં શરૂ થતાં નાના વેપારીઓથી લઈને ગરીબ આદિવાસી પ્રજામાં પરેશાની જોવા મળી રહી હતી.હાલમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે,ત્યારે નેત્રંગ ટાઉન સહિત તાલુકા ના ૭૮ ગામની આમ જનતા પોતાના ખિસ્સા ખર્ચ મુજબનો સસ્તો અને સારો જીવન જરૂરિયાતનો સામાન ,કપડા ખરીદી કરી તહેવારોની ઉજવણી કરી શકે તે માટે નેત્રંગ ટાઉનમાં ભરાતો હાટ બજાર રાબેતા મુજબ જે-તે જગ્યા પર શરૂ કરાવવા માટેની પ્રબળ માંગ પ્રજામાં રહેતા આજથી હાટબજાર શરૂ કરતાં પ્રથમ દિવસે થોડા વેપારીઓ આવતા તેમજ ગ્રામ્ય વિસ્તાર ના લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા.
હાટબજાર આઠ માસ બાદ શરૂ થતા નાના વેપારી ઓ આઠમાસ થી બેકારી ના ખપરમા ધકેલાઇ જતા બે ટંક ના રોટલા કાઢવા મુશ્કેલ હતા.તેવા વેપારીઓમાં હાટ બજાર શરૂ થતા આનંદ જોવા મળી રહયો છે.તહેવારો ટાણે ગરીબ પ્રજાને રાહત થશે.ટાઉન ની ગુહીણીઓને સસ્તા શાકભાજી ખરીદી કરવાનો મોકો ફરી શરૂ થતા.હાટબજાર ની શરૂ ને લઇને પંથક ભરમા સવઁત્ર આનંદ નો માહોલ જોવા મળી રહયો છે.