



ભરત ચુડાસમા – ભરૂચ નગર સેવા સદન ખાતે પક્ષી સામાન્ય સભા કરવાની માંગણીને લઇને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ભરૂચ જીલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રમુખને સામાન્ય સભા બાબતે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેની સુરક્ષાના પગલે આજે વહેલી સવારથી જ ભરૂચ નગરપાલિકાની કચેરી ખાતે પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
બે દિવસ પૂર્વે નગર સેવા સદન ખાતે વિપક્ષી નેતા સલીમભાઈ અમદાવાદી, સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળા સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી સામાન્ય સભા બોલાવવાની રજૂઆત કરાઇ હતી. આ રજૂઆતને આજે 48 કલાક પૂર્ણ થતાં જ સવારથી શાસક પક્ષ દ્વારા નગરપાલિકા ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તકે વિપક્ષી આવેદનમાં જણાવાયું હતું કે જો શાસક પક્ષ દ્વારા જો આગામી 72 કલાકમાં સામાન્ય સભા બોલાવવામાં ન આવે તો જનતા સામાન્ય સભાનું વિપક્ષે અલ્ટીમેટમ આપ્યું હતું. 72 કલાકના આ અલ્ટીમેટમને 48 કલાક પૂર્ણ થતાં નગર સેવા સદન ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજે વહેલી સવારથી જ ભરૂચ નગર સેવા સદન ખાતે પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો છે અને જાહેર કામગીરી કરતાં જાહેર સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વિપક્ષી સભ્યો દ્વારા જનતાના હિતને ધ્યાનમાં રાખીને સામાન્ય સભાની નગરપાલિકાના સમક્ષ માંગણી કરાઇ છે. જો શાસક પક્ષ દ્વારા સામાન્ય સભા બોલવાવમાં ન આવે તો વિપક્ષી સભ્યો દ્વારા જનતાને સાથે રાખીને સામાન્ય સભા યોજવાની વાત છે. પરંતુ અહીં જણાએ શાસક પક્ષના સભ્યો અલ્ટીમેટમ આપ્યાના 72 કલાક પૂર્ણ થાય તે પહેલા જ ડરી ગયા હોય તેવું લાગે છે આથી આજે વિપક્ષી સભ્યોના અલ્ટીમેટમને 48 કલાક પૂર્ણ થતાં જ નગર સેવા સદન ખાતે પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો છે.