



ભારતનો ઉપગ્રહ અર્થ ઓબ્ઝર્વેશન માટેનો છે : અમેરિકા ઉપરાંત લિથુઆનિયા અને લક્ઝમબર્ગના સેટેલાઈટ
શ્રીહરિકોટા,
છેલ્લી ઘડીના ફેરફારો નહીં થાય તો સાતમી નવેમ્બરે ઈસરો દ્વારા એક સાથે દસ ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહોમાં ભારતનો એક અને નવ અન્ય દેશોના છે. અન્ય દેશાના ઉપગ્રહોમાં ચાર અમેરિકાના છે.
સાતમી નવેમ્બરે બપોરે 3 કલાકે આ ઉપગ્રહો લઈને ઈસરોનું પીએસએલવી રોકેટ રવાના થશે. ભારતનો ઉપગ્રહ ‘ઈઓએસ-01’ નામનો છે, જેનું કામ અર્થ ઓબ્ઝર્વેશનનું છે. એ ઉપરાંત તેનો ઉપયોગ કૃષિ, વનવિસ્તાર અને આફતના અવલોકનો માટે પણ થશે. ભારત અને અમેરિકા ઉપરાંત એક લિથુઆનિયાનો, જ્યારે ચાર લક્ઝમબર્ગના છે.
પીએસએલવી રોકેટનું આ વર્ષે આ પ્રથમ લૉન્ચિંગ છે. ગયા વર્ષે પીએસએલવીએ ડિસેમ્બર 2019માં રિસેટ ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. એ પછી ફરી લૉન્ચિંગ આયોજન થાય એ પહેલા જ લોકડાઉન લાગુ થઈ જતાં કામગીરી અટકી હતી. જોકે ઈસરોએ બનાવેલો ઉપગ્રહ જીસેટ-30 લૉન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું લૉન્ચિંગ ફ્રેન્ચ ગુયાનાના સ્પેસ પોર્ટ ખાતેથી થયું હતું.