



અંકલેશ્વર પાલિકાના સત્તાપક્ષની વિપક્ષ સામે યોજેલી પ્રેસ કોન્ફ્રન્સ સામે હવે વિપક્ષ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તા પક્ષને ભષ્ટ્ર, જોહુકમીનો વહીવટ ગણાવી પ્રહારો કર્યા હતા. વિપક્ષના નેતાની ઓપન ચેલેન્જ સત્તાપક્ષના કોઈપણ ચેરમેને કમિટી બોલાવી હોય અને તેમના કામ મંજુર થયા હોય તો જણાવે. હું આજે જ જાહેર જીવન છોડી દઈશ તેવો વિપક્ષના નેતા ભુપેન્દ્ર જાનીએ દાવો કર્યો હતો. સેનેટાઈઝર અને ડિપોઝીટની ચુકવણી સહીતના મુદ્દે શંકા વ્યક્ત કરી ભ્રસ્ટાચારનો ફરી આરોપ મુક્યો લગાવી કોંગ્રેસમાં ડખા નથી પણ સત્તાપક્ષમાં જ સભ્યો વચ્ચે આંતરિક ડખાનો આરોપ લગાવ્યો હતો.
અંકલેશ્વર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભુપેન્દ્ર જાની, ઉપનેતા શરીફ કાનુગા તેમજ અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાંસદિયાના અધ્યક્ષ સ્થાને બુધવારે પત્રકાર પરિષદ યોજી હતી. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને યોજેલી પત્રકાર પરિષદમાં વિપક્ષ અને કોંગ્રેસ પર કરવામાં આવેલા પ્રહારનો વળતો જવાબ આપ્યો હતો. સેનેટાઈઝર, માસ્ક અને ગ્લવ્ઝનો ભ્રષ્ટાચાર ઓએનજીસીના સીએસઆર ફંડમાંથી આચરવામાં આવ્યો હોવાનો સ્પષ્ટ આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત ચોક્કસ વોર્ડમાં બાંકડા મુકવા આવ્યા જ નથી. જો બાંકડા મુકેલા બતાવે તો જાહેર જીવન છોડવાની વાત ભૂપેન્દ્ર જાનીએ કરી હતી. વધુ માં ભુપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે અંકલેશ્વર નગરપાલિકા ભ્રષ્ટ અને જોહુકમી ભર્યા સાશન કરતું સત્તા પક્ષ સુશાસન આપવાની વાતો કરી રહ્યું છે. સેનેટાઇઝર કૌભાંડ મુદ્દે અંકલેશ્વર નગરપાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા શરીફ કાનુગાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નિર્દેશ તેમજ નગરપાલિકા અધિનિયમની કલમ ભંગ કરીને સેનીટાઇઝર, માસ્ક અને ગ્લવ્ઝ ખરીદવામાં આવ્યા છે.