



ભરૂચના સરદાર બ્રિજ ઉપર અવાર-નવાર થતો ટ્રાફિક વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો બની ગયો છે. હાઈવે ઉપર નબીપુર સુધી વાહનોની કતારો જોવા મળે છે. બુધવારે પણ ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો જામી હતી. નર્મદા ચોકડીથી સરદાર બ્રિજ સુધી પહોંચતા 4 કલાકનો સમય લાગી રહ્યો છે.આ મામલે જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શક્તિસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નવા સરદાર બ્રિજ પર 15 દિવસથી સમારકામની કામગીરી કરાઈ રહી છે,અને વધુ 1 મહિના સુધી ચાલનાર છે. જયારે અમુક વાહનો પણ બ્રિજમાં બંધ થઈ જતા અમે ક્રેન દ્વારા બહાર કઢાવીએ છીએ.જેથી અહીંયા ટ્રાફિક જામ થાય છે.અમારા પોલીસ જવાનો દિવસ રાત ફરજ બજાવી વાહનોને ગોલ્ડન બ્રિજ તરફ ડાયવર્ટ કરી ટ્રાફિક ક્લિયર કરી રહ્યાં છીએ.