



ભરૂચ ભોલાવ પંચાયત દ્વારા બાકીનો વેરો ભરવા અનોખી પહેલ કરી છે.ગ્રામજનો બાકીનો વેરો ભરીને રસીદ બતાવી ડસ્ટબીન આપવામાં આવી રહી છે.જેનો ગ્રામજનોને લાભ લેવા ઈન્ચાર્જના સરપંચે જણાવ્યું છે. ભરૂચ ભોલાવ પંચાયતમાં કેટલાય લોકોના પંચાયતના લાખોના વેરાઓ બાકી છે. થોડા દિવસોમાં દિવાળીના તહેવારો પણ આવતા હોય તેને ધ્યાનમાં રાખીને પંચાયત સભ્યો અને કર્મચારીઓના સહયોગથી બાકી પડતા વેરાની વસુલાત માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભોલાવ ગ્રામ પંચાયતના ઈન્ચાર્જના સરપંચે ગ્રામજનોના બાકી પડતા વેરાની વસુલાત કરવા અનોખી પહેલ કરી હતી.જેમાં ગામના ઈન્ચાર્જના સરપંચ યુવરાજસિંહ દ્વારા વેરા વસુલાત માટે વેરો જમા કરાવીને રસીદ બતાવી ડસ્ટબીન લઇ જવાનો નવતર પ્રયાસ હાથ ધર્યો છે.