



ભરત ચુડાસમા – ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો એ બનાવેલા કોડિયા, અગરબત્તી તેમજ દિવાળીમાં ડેકોરેશનની આઈટમો નું એક્ઝિબિશન Epoxy ડિવિઝનમાં ગ્રાસીમ કંપની ખાતે યોજાયું.
આત્મનિર્ભર ભારત નું સ્વપ્ન સાકાર કરવા માટે દેશના પ્રધાનમંત્રી મોદીએ હવે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાત નું સ્વપ્ન જોયું છે. દેશમાં દરેક સ્વદેશી ચીજ વસ્તુનું ઉત્પાદન કરી અને દેશના નાગરિકોને આત્મનિર્ભર બનાવવા હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે.
કોરોના કાળ માં પણ દિવાળીની તૈયારીઓમાં દેશ અને રાજ્યની જનતા લાગી ગઈ છે. દીપોત્સવી જ એકમાત્ર એવો તહેવાર છે, જે ભારત સહિત આસપાસના દેશોમાં અલગ અલગ રીતરિવાજોની સાથે મનાવવામાં આવે છે. દિવાળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. બજારમાં કપડાના વેપારીઓ ફટાકડાના વેપારીઓની દુકાન ઉપર હવે ભીડ જોવા મળી રહી છે.
બીજી તરફ ચાઇનીઝ માલની ખરીદી હવે બંધ કરી અને લોકો મેક ઇન ઇન્ડિયા તરફ વળ્યા છે. ખાસ કરીને દિવાળીમાં જો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો એ દરેક ઘરો પર દિવાળીના દિવસોમાં મુકવામાં આવતા દીવડા હોય છે. આ વખતે લાઇટિંગ સીરીઝ નુ સ્થાન મહદ અંશે દીવડા લઈ શકે છે.
ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્ર ના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ વસ્તુઓમાં ખાસ કરીને કોડિયાં, અગરબત્તી અને ડેકોરેશનની આઈટમો નું epoxy ડિવિઝન ગ્રાસિમ કંપની વિલાયત ખાતે exibition કરવામાં આવ્યું. કંપનીના યુનિટ હેડ શ્રી રાકેશ ચોકસી તથા શ્રી અતુલ સાહુ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના વિકલાંગ બાળકોને મળેલા સહયોગથી સંસ્થા દ્વારા તેઓનો આભાર માનવામાં આવ્યો હતો. અહીં યોજાયેલા એક્ઝિબિશનમાં કંપનીના સભ્યોનો પણ ખૂબ જ સહયોગ રહ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય મનીષાબેન ત્રિવેદી, એડવાઇઝર પ્રિયંકા શ્રીવાસ્તવ અને શિક્ષકોએ હાજરી આપી હતી.