



જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના યુવાનો નશાના રવાડે ના ચડે તે માટે જિલ્લા પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકે એવા શુભ આશયથી સતત બાતમીદારોને સંપર્કમાં રહી ભરૂચ જિલ્લા પોલીસ નશાનો કારોબાર કરતા ઇસમોને ઝડપી રહી છે. ભરૂચ એસ.ઓ.જી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર શકોરીયા અને તેઓની ટીમ ના માણસો સાથે રાખી એસ.ઓ.જી ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને જંબુસર વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતા હતા. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ઇશ્વરભાઇ ના ઓને બાતમી મળી હતી કે જંબુસરના પીલુદરા ગામ કેનાલ ચોકડી નજીક રહેતા શીવાભાઈ ભીમસંગભાઈ પરમાર તેમના ઘરેથી ગેરકાયદેસર વનસ્પતિજન્ય ગાંજાનો વેપાર કરે છે. બાતમીના આધારે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.રાઠોડ જંબુસર વિભાગ અને એસ.ઓ.જી.ની ટીમ દ્વારા શીવાભાઈ ના ઘરે છાપો મારતા તેના ઘરમાંથી ગેરકાયદેસર નશાકારક માદક વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો ફુલ જથ્થો 7 કિલો 962 ગ્રામ કિંમત રૂપિયા 48,572 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ. આરોપી શીવાભાઈ પરમાર ઉપર એન.ડી.પી.એસ એકટ ની કલમો હેઠળ વેડચ પોલીસ સ્ટેશનમાં ગુરુ દાખલ કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી મંડોરા એસ.ઓ.જી ભરૂચ ચલાવી રહેલ છે.
સમગ્ર રેઇડ દરમ્યાન પોલીસ અધિકારી પીએસઆઇ એન.જે ટાપરિયા, પીએસઆઇ એમ.આર. શકોરીયા સહિત હે.કો. રવિન્દ્રભાઈ નુરજીભાઈ, હે.કો. ગીરીશભાઈ જેઠાભાઈ, હે.કો. અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ, પો.કો. સુરેશભાઈ રામસિંગભાઈ, પો.કો. ગુફરાન મોહમ્મદ આરીફ, પો.કો. શૈલેષભાઈ ઇશ્વરભાઇ, પો.કો. વિનોદભાઈ રણછોડભાઈ અને પો.કો. પ્રહલાદસિંહ દાનુભાએ પોતાની ફરજ બજાવી હતી.