



સંદીપ દીક્ષિત – જંબુસર તાલુકાના નાડા ગામે એ દરિયાકિનારાનું છેવાડાનું આશરે ત્રણ હજારની વસ્તી ધરાવતું ગામ છે. જંબુસર તાલુકા બીજેપી પ્રમુખ બાલુભાઈ ગોહિલ તથા ગ્રામ અગ્રણીઓ દ્વારા આર.ઓ.પ્લાન્ટ માટે ઓએનજીસીને રજુઆતો કરવામા આવી હતી. જે અનુસંધાને ઓએનજીસી અંકલેશ્વર દ્વારા સીએસઆર એક્ટિવિટી હેઠળ નાડા ગામે આર.ઓ. પ્લાન્ટ અંદાજીત નવ લાખના ખર્ચે તૈયાર કરી તાલુકા પ્રમુખ બાલુભાઇ ગોહિલના હસ્તે ખુલ્લો મુકાયો હતો.
ઓએનજીસી દ્વારા મુકવામાં આવેલ આર.ઓ.પ્લાન્ટની એક વર્ષની જવાબદારી એજન્સીની રહેશે, અને ત્યારબાદ નાડા ગ્રામ પંચાયતને સુપ્રત કરવામાં આવશે. હાલ એક લિટરના ૩૦ પૈસા લેખે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનો પોતાની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરે છે. આર.ઓ. પ્લાન્ટ લોકાર્પણ પ્રસંગે પંચાયત સભ્યો ગામ અગ્રણીઓ ભરતભાઈ ગોહીલ સહિત ગ્રામજનો હાજર રહયાં હતા.