Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsPollution

ધૂળની ઉડતી ડમરીઓથી ૩૯ જેટલા છોકરાઓને અસ્થમા થયો હોવાનો રહીશોનો આક્ષેપ, અંકલેશ્વર ગડખોલ ગ્રામ પંચાયતના ભરવાડ વસાહતના લોકોએ રાજપીપળા ચોકડીથી રોડ બંધ કરતાં વિવાદ

પાંચ વર્ષથી રજૂઆત છતાં રસ્તો ના બનાવતા ભરવાડ વસાહતના રહેશો ઉશ્કેરાયા

અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં આવતી ગડખોલ ગ્રામ પંચાયતના ભરવાડ વસાહતના રહીશોએ ગુરૂવારના રોજ રાજપીપલા ચોકડીથી રસ્તો જ બંધ કરી દેતાં ભારે હડકંપ મચી ગયો હતો અને લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો.

વસાહતના રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી તેઓ ગડખોલ ગ્રામ પંચાયત ઉપરાંત અંકલેશ્વર તાલુકા પંચાયત અને જેના હદ વિસ્તારમાં લાગે છે તેવા અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તાર ને રસ્તાની મરામત માટે રજૂઆત કરતા આવ્યા છે પરંતુ એમની એક પણ વાત સાંભળવામાં આવી નથી. આ ઘટનાને લઇ ગુરૂવારના રોજ સ્થાનિક રહીશોમાં આક્રોશ ફેલાતા છેવટે રાજપીપળા ચોકડી થી રસ્તો જ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં રહીશો ઉમટી પડ્યા હતા.

આ અંગે સ્થાનિક રહીશ ભરતભાઇ ભરવાડે જણાવ્યું હતું કે પાંચ વર્ષથી પણ રજૂઆત કરી છે. અમારી માંગ સંતોષાઈ નથી. ધૂળ અને ડમરી ને લીધે અને ખરાબ રસ્તાને લીધે ત્યારે અમારી વસાહતમાં 39 જેટલા છોકરાઓને અસ્થમાની અસર છે ક્યાં તો અસ્થમા થયો છે એટલે નછૂટકે અમારે આ પગલુ ઉઠાવવું પડ્યું છે. જો હજુ પણ અમારી માંગ નહીં સંતોષાય તો અમે મોટા પ્રમાણમાં અને જલદ આંદોલન કરીશું.

આ ઘટનાની જાણ થતા ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ રોહનભાઈ તેમ જ નોટિફાઇડ એરિયા અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલીક અસરથી આ સમસ્યાનું સમાધાન લાવવાની બાંહેધરી આપી હતી. ત્યારબાદ લોકોના ટોળા વિખેરાયા હતા.

નોંધનીય છે કે ધૂળ અને ગંદકી તેમજ રોડ રસ્તાની સમસ્યા સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ તાલુકા વિસ્તારમાં છે. ત્યારે પી ડબલ્યુ ડી વિભાગ કે પછી રાજ્ય ધોરીમાર્ગના અધિકારીઓ પણ આ બાબતે કેમ બેધ્યાન છે એ વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. લોકો હવે આંદોલનના માર્ગે જઈ રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે સરકાર અને સરકારી બાબુઓ આ સમસ્યાઓના નિવારણ માટે પગલાં ભરે છે કે પછી ફિર વહી રફતાર….!!!

संबंधित पोस्ट

ભરૂચના સુલતાનપુરા બેઠકના વિવિધ ગામોને વંદે ગુજરાત વિકાસ યાત્રા’થકી લાભાન્વિત કરાયા..

Vande Gujarat News

बंगालः शुभेंदु के बाद एक और मंत्री ने TMC नेतृत्व पर बोला हमला, ‘चाटुकारों को आगे बढ़ाया जा रहा’

Vande Gujarat News

દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં મધરાતે પ્રચંડ ધડાકા સાથે આગ, કંપનીમાં હાજર તમામ 6 કામદારોના મોત

Vande Gujarat News

लाल किले के चप्पे-चप्पे पर तैनात हुए केंद्रीय अर्धसैनिक बल,

Vande Gujarat News

वैक्सीनेशन पर स्वास्थ्य मंत्रालय ने जारी की गाइडलाइंस, कोरोना वैक्सीन लगवाने से पहले जान ले आपके लिए सुरक्षित है या नहीं

Vande Gujarat News

શ્રીઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વરના NSS વિભાગ દ્વારા આયોજિત “વાર્ષિક શિબિર-૨૦૨૨-૨૩”નું ધારાસભ્ય શ્રીઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં મહંત શ્રીગંગાદાસ બાપુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Admin