



બે મહિલાઓ સહિત ચાર ભારતીય અમેરિકનોનો પરાજય આ વખતે ચૂંટણીમાં 20 લાખ ઉપરાંત ભારતીયોએ વોટ આપ્યા
(પીટીઆઇ) વોશિંગ્ટન,
તાજેતરમાં યોજાયેલી કોંગ્રેસ અને રાજયોની એસેમ્બલીની ચૂંટણીઓમાં એક ડઝન કરતાં વધુ ભારતીય અમેરિકનો ચૂંટાઇ આવ્યા હતા. કેટલાકે તો પહેલી વખતે ચૂંટાઇ ઇતિહાસ રચ્યો હતો. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં ચાર ભારતીય મૂળના લોકો તો ચૂંટાયા હતા, પરંતુ વિવિધ વિધાનસભામાં પણ એક ડઝન ઉપરાંત ભારતીયોએ વિજયની માળા પહેરી હતી.
વિધાનસભામાં ચૂટાયેલી પાંચ મહિલાઓમાં સ્ટેટ લેજીસ્લેટર જેનિફર રાજકુમાર (ન્યુયોર્ક), નિમા કુલકર્ણી (કેન્ટુકી સ્ટેટ),કેશા રામ (વેરમોન્ટ સ્ટેટ) વંદના સ્લાટર (વોશિગ્ટન સ્ટેટ) અને પદમા કુપ્પા (મિશિગન સ્ટેટ)નો સમાવેશ થતો હતો. વેરમોન્ટ સ્ટેટ સેનેટમાં વિજેતા બનનાર કેશા રામ પ્રથમ બ્રાઉન કલરની મહિલા છે.
પેનસિલવેનિયાની જનરલ એસેમ્બલીમાં ચૂંટાઇ આવનાર નિકિલ સાવલા પ્રથમ ભારતીય અમેરિકન છે. ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલમાં ચૂંટાઇ આવનાર જેનિફર રાજકુમાર પ્રથમ એશિયન મહિલા છે.નોર્થ કેરોલિના સ્ટેટ સેનેટમાં જ ચૌધરી, તો એરિઝોના સ્ટેટ હાઉસમાં અમીશ શાહ અને પેનસિલવેનિયામાં નિકિલ સાવલા ચૂંટાઇ આવ્યા હતા.
મિશિગન સ્ટેટ હાઉસમાં રાજીવ પુરી અને ન્યુયોર્ક સ્ટેટ સેનેટમાં જેરેમી કુની પણ વિજયી બન્યા હતા. કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં સતત ત્રીજી વખત એશ કાલરા ચૂંટાયા હતા. તો ટેેકસસામાં ડિસટ્રીકટ કોર્ટ જજ તરીકે રવિ સંદિલ જીત્યા હતા. જો હારેલાઓની વાત કરીએ તો બે મહિલાઓ સહિત ચાર ભારતીય અમેરિકનો ચૂંટણીમાં હાર્યા પણ હતા.
ટેકસાસમાંથી શ્રી પ્રેસ્ટન કુલકર્ણી,વીરજીનિયામાંથી માંગા અનંતનુલા અને કેલોફોર્નિયામાંથી રિતેશ ટંડન તેમજ નિશા શર્મા જીતી શક્યા નહતા.એવી જ રીતે ભારતીય અમેરિકન સારા ગિદીઓન અને રિક મહેતા અનુક્રમે મેઇની અને ન્યુ જર્સીમાંથી સેનેટની ચૂંટણી હાર્યા હતા. આ વખતે લગભગ 20 લાખ ભારતીય અમેરિકનોએ મતદાન કર્યું હતું.
ફલોરિડા, પેનસિલવેનિયા અને મિશિગનમાં પાંચ લાખ ભારતીય મૂળના લોકો મતદાર છે. એરિઝોનામાં ડોકટર હિરલ તિપિરનેની પાતળી સરસાઇ ભોગવી રહ્યા હતા. એવી જ રીતે ન્યુજર્સી સ્ટેટ સેન ેટમાં રૂપાંદે મહેતા અને પેન્સિલવેનિયા ઓડિટર જનરલ માટે નિના અહેમદનું પરિણામ પણ બાકી હતું. મોટા ભાગના ભારતીય અમેરિકનોને ઇમ્પેક્ટ ફંડ દ્વારા નાણાકીય સહાય અપાઇ હતી. આ સંસ્થાએ લગભગ એક કરોડ ડોલર ભેગા કર્યા હતા.
ભારતીય મૂળના કરોડપતિ થાનેદાર મિશિગનમાં ચૂંટાયા
(પીટીઆઇ) હ્યુસ્ટન
બે વર્ષ પહેંલા ગવર્નરની ચૂંટણી લડેલા ભારતીય અમેરિકન કરોડપતિ શ્રી થાનેદાર 93 ટકા મત સાથે મિશિગનમાં હાઉસ ઓફ રિપ્રેન્ડેટિવમાં ચૂંટાઇ આવ્યા હતા. વૈજ્ઞાાનિક એવા 65 વર્ષના થાનેદારે છ વિરોધીઓને સ્ટેટ હાઉલ પ્રાઇમરીમાં હરાવ્યા હતા અને પોતાની સંપત્તિમાંથી જ 438620 ડોલર ભેગા કર્યા હતા. ગવર્નરના પૂર્વ ઉમેદવાર 2018ની પ્રાઇમરીમાં એન્ન આરબોરમાં હાર પછી ડેટ્રોઇટમાં સ્થાળાંતર કર્યું હતું.બે વર્ષ પહેંલા તેનું ચૂંટણી સૂત્ર હતું ‘શ્રી ફોર વી’જે ટીવી ચેનલોમાં ખુબ ચાલ્યું હતું. તેઓ થર્ડ ડિસ્ટ્ર્કિટ ઓફ મિશિગનમાંથી 93 ટકા મતા સાથે વિજેતા બન્યા હતા.વર્ષ 2018માં થાનેદારે એ પોતાના ખજાનામાંથી ચૂંટણી માટે એક કરોડ ડોલર ખર્ચ્યા હતા છતાં તેઓ ગવર્નર ગ્રેટેચમ વ્હીટમોર અને અબ્દુલ અલ સૈયદની પાછળ ત્રીજા ક્રમે રહ્યા હતા.કર્ણાટકના બેગગામના મૂળ નિવાસી થાનેદાર 1979માં અમેરિકા આવ્યા હતા.