Vande Gujarat News
Breaking News
Breaking NewsGovtHealthIndiaNational

કોરોનાના દર્દીના ઘરે પોસ્ટર્સ ન મારવા સુપ્રીમની કેન્દ્રને સલાહ – કેન્દ્ર સરકારને વિચારણા માટે બે સપ્તાહનો સમય અપાયો

દેશમાં એક જ દિવસમાં કોરોનાના વધુ 44194 સાથે કુલ 84,04,437 કેસ : 24 કલાકમાં વધુ 608 સાથે કુલ 1,24,864 મૃત્યુ

(પીટીઆઈ) નવી દિલ્હી,

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ડિસઈન્ફેક્શન ટનલ, કિટનાશકોનો છંટકાવ અને અલ્ટ્રા વાયોલેટ કિરણોના ઉપયોગ મુદ્ે ગાઈડલાઈન જાહેર કરવાનો આદેશ જારી કર્યો હતો. એ સાથે જ  સુપ્રીમ કોર્ટે કોરોનાના દર્દીના ઘરની બહાર લાગતા પોસ્ટર્સ મુદ્દે પણ સરકારનો બે સપ્તાહમાં જવાબ માગ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ અશોક ભૂષણ, આર.  સુભાષ રેડ્ડી અને એમ. આર શાહની બેંચે કોરોના સંદર્ભે થયેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી. એ વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ડિસ ઈન્ફેક્શન ટનલ, કિટનાશકોનો છંટકાવ અને અલ્ટ્રા વાયોલેટ કિરણોના મુદ્દે નવેસરથી ગાઈડલાઈન જારી કરવાની સૂચના આપી હતી.

સ્વાસ્થ્યના મુદ્દે આ છંટકાવ બંધ કરવાની માગણી કરવામાં આવી હતી. સુપ્રીમે કેન્દ્ર સરકારને એ વિચારણા માટે એક મહિનાનો સમય આપ્યો છે. તે ઉપરાંત કોરોનાના દર્દીના ઘરની આગળ લાગતા પોસ્ટર્સ ન લગાડવાની પણ અરજી થઈ હતી. એની સુનાવણી આગામી દિવસોમાં થશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સોગંધનામુ રજૂ કરવાનું જણાવ્યું હતું, સાથે સાથે દર્દીના ઘરમાં પોસ્ટર્સ ન લગાડવાની સલાહ આપી હતી.

દરમિયાન દેશમાં એક જ દિવસમાં કોરોનાના વધુ 44194 કેસ દર્જ થયા હતા. તે  સાથે જ કુલ કેસની સંખ્યા 84,04,437 થઈ ગઈ છે. 24 કલાકમાં વધુ 608 સાથે કુલ મૃત્યુઆંક 1,24,864 થયો છે. એક દિવસમાં 52 હજાર દર્દીઓ સાજા થયા હતા. કુલ 77,60,648 દર્દીઓ સાજા થયા છે.

કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન જારી કરી હતી. ભારતમાં આવનારા પ્રવાસીએ હેલૃથ રીપોર્ટ આપવો પડશે. બીજી તરફ સાંસ્કૃતિક મંત્રાલયે મ્યુઝીયમ, આર્ટ ગેલેરી અને એ સિવાયના આર્ટના પ્રદર્શનો  યોજવાની પરવાનગી આપી હતી.

આગામી 10મી નવેમ્બરથી આર્ટ ગેલેરી ફરી ખુલશે. યુનિવર્સિટીઓ ખોલવાની બાબતે યુજીસીએ નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. એ પ્રમાણે હોસ્ટેલમાં એક જ રૂમમાં વિદ્યાર્થીઓને રાખી શકાશે નહીં. ક્લાસમાં ઓછી સંખ્યા રાખવાની સાથે સાથે કેમ્પસમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવાના રહેશે.

संबंधित पोस्ट

ધોરણ 12 CBSE નું પરિણામ જાહેર, ડાઈરેક્ટ લિંકથી આ રીતે કરો પરિણામ ચેક

Vande Gujarat News

દિલ્હીમાં આતંકી હુમલાની આશંકાના પગલે હાઈઍલર્ટ: ધારા 144 લાગુ, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ 

Vande Gujarat News

વાલીયા A.P.M.C.ના ચેરમેન-વાઇસ ચેરમેનની બીજી ટર્મ માટે બિનહરીફ વરણી, ચેરમેન સંદીપ માંગરોલા અને વાઇસ ચેરમેન તરીકે હાર્દિકસિંહ સુરેન્દ્રસિંહ વાંસદીયા બિનહરીફ ચૂંટાયા

Vande Gujarat News

વડાપ્રધાનશ્રી ૧પમી ડિસેમ્બરે કચ્છ આવશે, ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક-માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટના ભૂમિપૂજન પ્રધાનમંત્રીશ્રી કરશે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

Vande Gujarat News

સળંગ બીજા મહિને જીએસટીની આવક રૂપિયા એક લાખ કરોડને પાર

Vande Gujarat News

ગુજરાતની આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી ઉજવણી

Vande Gujarat News