



આવનાર સમયમા ચુંટણી આવતી હોવાથી ખોટા મુદ્દા ઉઠાવી મને ટાર્ગેટ બનાવામાં આવે છે – સુરભિબેન તમ્બાકુવાલા, પ્રમુખ, ભરૂચ નગરપાલિકા
ભરૂચ નગરપાલિકામાં વિપક્ષના સભ્યોએ જનતા પ્રશ્નો અને શહેરના બાકી રહેલા કામો અંગે ચર્ચા વિચારણા કરવા સામાન્ય સભા બોલવવા શાસક પક્ષને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.ત્યાર બાદ શાસક પક્ષે કોરોના મહામારીથી સભ્યો અને પાલિકાના કર્મીઓ અને અધિકારીઓ કોરોનાગ્રસ્ત થયા હોવાના કારણે સામાન્ય સભા નહીં બોલાવી સર્ક્યુલર સભાના એજન્ડાઓ વિપક્ષના સભ્યોને મોકલી આપ્યા હતા. આ સર્કયુલર સભાનો વિપક્ષના સભ્યોએ વિરોધ નોંધાવી સહી નહીં વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપો કર્યા હતા કે, પ્રમુખ પાલિકામાં બહારની પબ્લિક બોલાવીને કાર્યક્રમો કરી શકતા હોય તો સામાન્ય સભા કેમ નથી બોલવતા તે પણ લોક ચર્ચાનો વિષય બન્યો છે.
વિપક્ષે આપેલા 72 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થતા દરેક સભ્યોએ હાજર રહીને શનિવારે સવારે 11 કલાકે શહેરની જનતાને તેમના વિસ્તારના પ્રશ્નો અને કામો લઈને જનતા સભામાં હાજર રહેવા જણાવ્યું છે.જયારે બીજી તરફ પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે,સભ્યો અને કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સર્કયુલર ઠરાવ કર્યો છે,પ્રથમ વખત અમે સર્કયુલર ઠરાવ કર્યો નથી, અગાઉ પણ તેમણે સર્ક્યુલર સભાના એજન્ડાઓ મંજુર કર્યા છે. હું મહિલા પ્રમુખ હોવાના કારણે મને ટાર્ગેટ બનાવામાં આવે છે. જોકે આગામી સમયમાં ચૂંટણી આવતી હોવાથી ખોટા મુદ્દાઓ ઉઠાવી રહ્યાં છે.