



ભરત ચુડાસમા – અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની ટ્રસ્ટ ની માલિકી ની અને હાલ ભાડે અપાયેલ સર્વે ન. ૧૧૭ની જગ્યામાં ખાડો કરી શંકાસ્પદ કેમિકલ બેગ્સ દાટવામાં આવતો હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને વકફ બોર્ડ, ગાંધીનગર અને BAUDA ને કરવામાં આવી છે.
નેશનલ હાઇવે ને અડી ને કાપોદ્રા ગામની ટ્રસ્ટની સર્વે.ન. ૧૧૭ની જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રદૂષિત ઘન કચરો બાળવામાં આવી રહ્યો હોવાની માહિતી એક જાગૃત નાગરિકને મળી હતી. આ જગ્યામાં શાંતિનગર, રાજપીપળા રોડ પરથી અલગ અલગ વાહનો દ્વારા શંકાસ્પદ કેમિકલ વેસ્ટ અને પ્લાસ્ટિકની બેગ્સ લાવી ખાડો કરી તેમાં દાટવામાં આવી રહી છે. આ બાબતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવતા વાત સાચી હોવાનું જણાયું હતું જેથી તેમણે આ બાબતની લેખિત ફરિયાદ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને વકફ બોર્ડ, ગાંધીનગરને કરી છે.
મળતી માહિતી મુજબ આ ટ્રસ્ટની જગ્યા છે અને ટ્રસ્ટની જગ્યા ટ્રસ્ટ દ્વારા શરતો સાથે ભાડે પટ્ટે આપવામાં આવેલ છે જ્યાં શરતોનું ઉલ્લંઘન કરી શંકાસ્પદ દેખાતી કેમિકલ વેસ્ટની દુર્ગંધવાળી બેગ્સ ખાડામાં દાટવા માટે ઠાલવવામાં આવી રહી છે. આ ગુનાહિત કૃત્ય છે અને પર્યાવરણને ગંભીર નુકશાન થવાની શક્યતા રહેલી છે તેથી જાગૃત નાગરિક તરીકે આ બાબતની ફરિયાદ સબંધિત અધિકારીઓ અને સંસ્થાઓ ને પુરાવા સાથે કરી છે જેની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.