Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsNatureNetrang

કેલ્વીકુવાના ખેડુતના બોરમાંથી ફીણ સાથે પાણી નિકળતા અંજપો, છ મહિના પહેલા 200 ફૂટ ઊંડો બોર ખોદવા છતાં પાણી નહોતું નીકળ્યું – હવે અચાનક ફીણ સાથે પાણી બહાર આવ્યું

ફીણ નિકળ્યા બાદ એકાએક પાણી નીકળે છે,પછી પાણી બંધ થઇ જાય છે,અનેક તકૅ-વિતકૅ

દિવ્યાંગ મિસ્ત્રી – નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના ખેડુત મયુરભાઇ ભક્ત આગાવી-આધુનિક પધ્ધતિ મુજબ ખેતીમાં નવતર પ્રયોગ કરીને પાકનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તેના જાણકાર છે. નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતો દરવષૅ ખેતરમાં પાણી માટે બોર કરાવા પડે છે. ખેડુત મયુરભાઇ ભક્તે પણ મે મહિનામાં ખેતરમાં ૨૦૦ ફૂટ ઉંડો બોર કરાવ્યો હતો. પરંતુ કમનસીબે પાણીનું એક ટીપું નીકળ્યું નહતું. બોર કરવા દરમ્યાન કોલમ એટલે કે બોરના પાઇપ ભુગર્ભમાં ફસાઇ જવાના નિકળ્યા ન હોવાથી બોરના પાઇપને જમીનમાં રહી ગયા હતા.

ચોમાસાની સિઝનમાં ખેતરમાં સોયાબીનનો પાક કયૉ હતો. પાક તૈયાર થયા બાદ હાડૅવેસ્ટરથી બહાર કાઢ્યા બાદ ફરી જ્યાં બોરની પાઇપ ફસાઇ ગઇ હતી. ત્યાં બોર કરવાની તૈયારી કરી હતી. એકાએક બોરમાંથી ફીણ સાથે પાણી નિકળતા ખેડુત મયુરભાઇ ભક્તને અંજપો વ્યાપી ગયો હતો. બોરમાંથી પહેલા ફીણ નિકળે છે. પછી એકાએક પાણીનો જથ્થો નીકળે છે. પછી તરત જ પાણી બંધ થઇ જાય છે, ત્યારબાદ ફરી ફીણ અને પાણી નિકળવા લાગેે છે. બનાવની જાણ વાયુવેગે પ્રસરતા બોરમાંથી ફીણ-પાણીને જોવા ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા છે.

જમીનમાં બોર કરવા દરમ્યાન કપડા ધોવાના પાવડરનો ઉપયોગ કે પછી નેત્રંગ તાલુકામાં ૭૦ ઇંચથી વધુ વરસાદ અને બદલવા ડેમમાં સંગ્રહ થયેલા પાણીના જથ્થાને કારણે પાણીનું પ્રેસર થઇ રહ્યું છે,તેવા અનેક પ્રકારના તકૅ-વિતકૅ લોકમુખે ચચૉએ ભારે જોર પકડ્યું છે.

 

संबंधित पोस्ट

ભરૂચ જિલ્લાની ૫ વિધાનસભાઓના પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

Vande Gujarat News

વડોદરા માંજલપુર સ્થિત વ્રજધામ મંદિરનાં યુવા વૈષ્ણવાચાર્ય પુજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજીનાં 35માં પ્રાકટ્ય દિવસની ઉજવણી કરાઈ, મુખ્યમંત્રીએ પણ ઓનલાઈન શુભેચ્છા પાઠવી

Vande Gujarat News

अमेरिका: भारतीय मूल की माला अडिगा बनीं बाइडेन की पत्नी जिल की सलाहकार

Vande Gujarat News

મોરબી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦ સંદર્ભે જનરલ ઓબઝરવર ડો. હરિઓમ ની અધ્યક્ષતા માં વિશેષ સમીક્ષા બેઠક સમીક્ષા બેઠક યોજાઇ

Vande Gujarat News

જુઓ Trailer #Chakravyuh”…! અંકલેશ્વરના કલાકારો “ચક્રવ્યૂહ” નામક શોર્ટ ફીલ્મમાં કલાકાર તરીકે અભિનયના ઓજસ પાથરશે

Vande Gujarat News

Nostradamus Predictions 202: साल 2020 की भविष्यवाणी हुई सच, अब 2021 होगा और भी भयावक!

Vande Gujarat News