Vande Gujarat News
Breaking News
Breaking NewsEducationalGujarat

દિવાળી બાદ કોલેજો શરૂ કરવા યુનિ.ઓ તૈયાર : ડિસેમ્બરમાં શરૂ થશે

શિક્ષણમંત્રીની કુલપતિઓ સાથે બેઠક, અભિપ્રાયો લેવાયા

કલાસદીઠ વિદ્યાર્થી વધુ હોવાથી ૩૩થી૫૦ ટકા સંખ્યા સાથે શરૂ કરવા,હોસ્ટેલ મુદ્દે વિચારણા કરવા સહિતના અભિપ્રાયો આપ્યા

ગુજરાતમાં દિવાળી બાદ સ્કૂલો સાથે કોલેજો-યુનિ.ઓ પણ કલાસરૃમ એજ્યુકેશન સાથે શરૃ કરી દેવા સરકારે નિર્ણય કર્યો ચે ત્યારે હાલ કવાયત શરૃ કરી દેવાઈ છે અને જે અંતર્ગત આજે કુલપતિઓ સાથે શિક્ષણમંત્રીની બેઠક મળી હતી.જેમાં યુનિ.ઓ કોલેજો બાદ દિવાળી બાદ શરૃ કરવા સહમત છે.જો કે  ડિસેમ્બર પહેલા કોલેજો શરૃ થઈ શકે તેમ નથી.હાલ ક્યારથી કોલેજો શરૃ કરવી તે તારીખ નક્કી કરાઈ નથીકેબિનેટમાં ચર્ચા બાદ શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ પણ હવે ધીરે ધીરે રેગ્યુલ કરવા આયોજન શરૃ કરી દીધુ છે.આ માટે થોડા દિવસમાં એસઓપી તૈયાર કરવામા આવશે અને ક્યારથી કોલેજો-યુનિ.ઓ શરૃ કરવી તેની તારીખ નક્કી થશે. યુનિ.ઓના અભિપ્રાયો લેવા માટે આજે શિક્ષણમંત્રીની કુલપતિઓ સાથે બેઠક યોજાઈ હતી.જેમાં વિવિધ સરકારી યુનિ.ઓના કુલપતિઓ હાજર રહ્યા હતા. સરકારે કુલપતિઓ પાસેથી જુદા જુદા મુદ્દે અભિપ્રાયો માંગ્યા હતા. કુલપતિઓ દિવાળી બાદ  કોલેજોમાં કલાસરૃમ શિક્ષણ શરૃ કરી દેવા સહમતી સાથે પુરી તૈયારી પણ બતાવી છે પરંતુ કેટલીક મુશ્કેલીઓ પણ દર્શાવી છે.ખાસ કરીને વોકેશનલ કોલેજોમાં કલાસ દીઠ ૧૦૦થી૧૫૦ વિદ્યાર્થીઓની સંખ્યા છે ત્યારે રોજ તમામ વિદ્યાર્થીને ન બોલાવી શકાય અને એક બેંચ પર એક વિદ્યાર્થી સાથે ૩૩થી૫૦ ટકા અથવા દિવસમાં બે સેશનમાં ટાઈમિંગ રાખવા તથા હાલ માત્ર પીજી જ શરૃ કરવા અને થોડા દિવસ પછી યુજી શરૃ કરવા સહિતના વિવિધ સૂચનો જુદા જુદા કુલપતિએ આપ્યા છે.આ ઉપરાંત હોસ્ટેલનો પણ મોટો પ્રશ્ન છે.યુજીસીની એસઓપી મુજબ હોસ્ટેલમાં શેરિંગ ન થઈ શકે તેમ હોવાથી હોસ્ટેલ મુદ્દે પણ વિચારણા કરવા  જણાવાયુ છે.જે યુનિ.ઓમાં રાજ્ય બહારના વિદ્યાર્થીઓ વધુ છે તેઓ માટે ઓનલાઈન એજ્યુકેશન એક સત્ર સુધી ચાલુ રાખવાનો પણ વિકલ્પ  આપવા મત રજુ કરાયો હતો.એકંદરે દિવાળી બાદ સ્કૂલો સાથે  કોલેજો શરૃ તો થઈ જશે પરંતુ અનેક પ્રશ્નો અને પડકારો છે ત્યારે સરકારે એસઓપી બનાવવામાં ઘણી છુટછાટો આપવા સાથે વિકલ્પો આપવા પડશે અને તકેદારી રાખવી પડશે. ઉપરાંત યુનિ.ઓને તૈયારી માટે સમય પણ આપવો પડે તેમ હોવાથી ડિસેમ્બરમાં જ કોલેજો તબક્કાવાર શરૃ થાય તેવી શક્યતા છે.

संबंधित पोस्ट

ત્રાસવાદી પ્રવૃત્તિની આશંકા:નર્મદા નદીના પાંચ બેટ પર અધિકૃત પરવાનગી વિના પ્રવેશ પર પ્રતિબંધ

Vande Gujarat News

પ્રજાના પ્રતિનિધિની જન્મદિવસની અનોખી ઉજવણી

Vande Gujarat News

साणंद क्षेत्र के किसान नोट गिनने वाली मशीन लाते थे, बैग में पैसे लेकर रिक्शा में बैठकर 4 कंगन वाली गाड़ी लेने जाते थे – पीएम

Vande Gujarat News

અંકલેશ્વરના અંદાડા ગામની માનસી વાધેલાએ નામની વિદ્યાર્થીનીએ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીનું સ્થાન લીધું

Vande Gujarat News

राहुल गांधी बोले- मोदी के नेतृत्व में पहली बार आधिकारिक रूप से मंदी में चली गई इकोनॉमी

Vande Gujarat News

ભરૂચના જાણીતા તબીબ ડો.કેતનભાઇ દોશી ના પુત્ર વિશાલ દોશીએ NEETમાં 720 માંથી 686 માર્ક મેળવી ઓલ ઇન્ડિયા 372 મો રેન્ક મેળવ્યો

Vande Gujarat News