



સદીઓથી ચાલી આવતી શ્રી 1ાની પરંપરા જળવાશે
કાગદીવાડમાં બનાવાતા હિસાબી ચોપડા ગુજરાતભરમાં જાય છે
દિપાવલી પર્વમાળાની ઉજવણીના દિવસો નજીક આવતાં જાય છે. કપડાં અને જુત્તા બજારમાં તેજીના અણસાર મળી રહ્યાં છે તો દિવાળીની પરંપરા એવા ચોપડા બજારમાં તેજીનો પાનાં કોરા રહે તેવી સ્થિતિ છે.
સ્થિતિ એવી સર્જાઈ છે કે, શહેરના કોટ વિસ્તારમાં આવેલા ચોપડાં બજારમાં ગ્રાહકોની જોઈએ તેવી અવરજવર નથી. વેપારીઓની ડિમાન્ડ મુજબ હવે હિસાબી ચોપડાં વેચતા વેપારીઓએ હોમડીલીવરી શરૂ કરવી પડી છે. કોરોનાના કારણે આઠ મહિના સુધી ધંધા-રોજગાર ઘેરી અસર પહોંચી છે.
હજુ આવનારાં વર્ષમાં ધંધા-રોજગારની ગાડી પાટે ચડવામાં થોડા મહિના ઈન્તેજાર કરવો પડશે. આ સ્થિતિમાં વેપાર-ધંધાના હિસાબ-કીતાબ રખાય છે તેવા ચોપડાંની ખરીદીમાં આ વર્ષે 30 ટકા જેવી અસર પહોંચી શકે છે. સદીઓથી ચાલી આવતી શ્રી1ાની પરંપરા જળવાશે પણ કોરોનાથી હિસાબી ચોપડાં બનાવતાં કાગદીવાડના મહેનતકશ મુસ્લિમ પરિવરાોની રોજી-રોટીને અસર પહોંચી છે.
આ દિવાળીએ બેસતા વર્ષે ભાંગી તીિથ છે તેમ કહેતા હિસાબી ચોપડા બજારના સૂત્રો કહે છે કે, મોટાભાગના વેપારીઓ તેથી લાભપાંચમે મુહૂર્ત કરી શકે છે. આ કારણે આ વર્ષે કોરોનાના કારણે દિવાળી અમુક અંશે શુષ્ક રહેવાની છે. પણ સૌથી ઘેરી અસર હિસાબી ચોપડાંંના બજારને પહોંચી છે. 90 દિવસના લોકડાઉનના સમયગાળામાં જ હિસાબી ચોપડાનું ઉત્પાદન ચરમસીમાએ હતું તેના સારી એવી અસર પહોંચી છે.
આ વર્ષે કોરોનાના કારણે ચાર સિઝન નિષ્ફળ રહી છે. ગુજરાતી બુલસેલર્સ, સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ કહે છે કે, વેટ લાગુ પડયા પછી હિસાબો કમ્પ્યુટરાઈઝડ થઈ ગયા ંછે પણ દિવાળીએ શ્રી 1ા લખીને હિસાબી ચોપડાંનું મુહૂર્ત કરવાની પરંપરા હજુ જળવાઈ રહી છે. પણ, આ વર્ષ ેકોરોનાની અસર માર્કેટમાં જોવા મળી રહી છે.
શહેરના વેપારીઓ માણેક ચોકના મુખ્ય ચોપડાં બજારમાં આવીને ખરીદી કરવાથી થોડા દૂર રહ્યાં છે તેનાથી ચહલપહલ ઓછી જોવા મળી રહી છે. છતાં, દિવાળીએ નવા ચોપડા શરૂ કરવાની પરંપરા જાળવી રાખવા માટે અનેક લોકો વેપારીઓને ફોન પર ઓર્ડર લખાવતાં થયાં છે. ફોન પર ઓર્ડર લખીને દિવાળીએ શુભ મુહૂર્તના ચોપડાંની હોમ ડીલીવરી કરવાનો નવો સમય શરૂ થયો છે.
અમદાવાદના કાગદી બજાર, કાલુપુર, દરિયાપુર, શાહપુરમાં વસતા હજારો પરિવાર વર્ષ દરમિયાન હિસાબી ચોપડાં, રોજમેળ, ખાતાવહી, દટ્ટા કેલેન્ડર, એકાઉન્ટ બૂક્સ સહિતની સાહિત્ય સામગ્રી બનાવે છે. અમદાવાદથી મહારાષ્ટ્ર, રાજસૃથાન સહિત દેશભરમાં આ સાહિત્ય સામગ્રી મોકલવામાં આવે છે.
પણ, આ વર્ષ ેકોરોનાના કારણે ચોપડાં બજારને અસર પહોંચી છ અને લોકડાઉનથી આ વર્ષે ચોપડાંનો માલ પણ ઓછો બનાવવામાં આવ્યો છે. જો કે, દિવાળીના તહેવારમાં શ્રી 1ા લખીને નવા હિસાબી ચોપડા શરૂ કરવાની સદીઓ જુની પરંપરા જળવાઈ રહેવાથી માર્કેટમાં સાવ મંદી જણાતી નથી.
ગુજરાત બુકસેલર્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે, દર વર્ષે 30થી 40 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતાં હિસાબી ચોપડાના બજારમાં આ વર્ષ ેકોરોનાના કારણે 30 ટકા જેવી અસર પહોંચી છે. ચોપડાં મેન્યુફેક્ચરર્સ એવા 500 જેટલા કારખાનામાંથી અડધો અડધ કામ નહીં મળવાથી બંધ જેવી હાલતમાં છે.
આ વર્ષે દિવાળીની ઉજવણીમાં કોરોનાની અસર વરતાઈ રહી છે. પણ, નવા ગુજરાતી વર્ષ પછી આગામી દિપાવલી પર્વ માટેની તૈયારી હિસાબી ચોપડા બનાવતાં કાગદી પરિવાર કરી દેશે. નવા વર્ષે નવી શુભ શરૂઆત સાથે આવતું વર્ષ શ્રી1ા રહેશે તેવા આશા-અરમાન સાથે ચોપડાં બજાર કોરોનામાં કોરા પન્ના ફરે તેની રાહ જોઈ રહી છે.
કોરોનાના કારણે ચોપડા અને નોટબૂક બજારના ખસ્તા હાલ
કોરોનાના કારણે ચોપડા અને નોટબૂક બજારના ખસ્તા હાલ છે. આપણે ત્યાં એપ્રિલ મહિનાથી નાણાંકીય વર્ષ શરૂ થાય છે. આ દરમિયાન પણ અનેક વેપારી નવા હિસાબી ચોપડાંની ખરીદી કરે છે. તો, જુન મહિનામાં શાળા, કોલેજોના નોટબૂક અને ફૂલસ્કેપ ચોપડાની માર્કેટ તેજીમાં હોય છે. દિવાળી દરમિયાન વેપારી વર્ગ હિસાબી ચોપડા ખરીદે તેનાથી ચોપડા-નોટબૂક બનાવતાં કારીગરો અને તેની માર્કેટમાં તેજી ચરમસીમાએ પહોંચે છે. પણ, આ વર્ષે કોરોનાના કારણે ચોપડા અને નોટબૂક બજારના ખસ્તા હાલ છે.જો કે, વર્ષ બદલશે એટલે દિવસો બદલશે એ આશાએ આગામી દિવાળીની તૈયારી કાગદીવાડ અને નોટ-ચોપડા બજારમાં દેવદિવાળી પછી શરૂ કરી દેવામાં આવશે.
હવે કમ્પ્યુટરાઈઝડ એકાઉન્ટ છતાં હિસાબી ચોપડાંની પરંપરા જીવંત
આમ તો, આધુનિક જમાનામાં કોમ્પ્યુટરાઈઝડ એકાઉન્ટ મેઈન્ટેઈન થવા લાગ્યાં છે. આમ છતાં, ગુજરાત સહિત દેશભરમાં હિસાબી ચોપડાંની પરંપરા જીવંત છે. વનવાસ પછી ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક કરાયો તે દિવસથી વિક્રમ સંવતનો પ્રારંભ થયો અને ગુજરાતી નવું વર્ષ દિવાળી, બેસતા વર્ષ સાથે ઉજવાય છે. આ પર્વમાળા દરમિયાન વેપારી વર્ગ ધનતેરસ કે દિવાળી – બેસતા વર્ષની રાતે નવા ચોપડાનું મુહૂર્ત કરે તેવી પરંપરા સદીઓથી ચાલતી આવી છે. કોમ્પ્યુટર યુગ આવી ગયો છતાં અમદાવાદ, ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં હિસાબી ચોપડાંની પરંપરા જળવાઈ રહી છે. વર્ષે દહાડે 30થી 40 કરોડ રૂપિયાના હિસાબી ચોપડાં બનતાં હતાં તેમાં આ વખતે 30 ટકા જેવો ઘટાડો થયાનું વેપારી સૂત્રો કહે છે.