



રોડ બનાવ્યા બાદ તેની જાળવણી નહીં થતા નવા બનેલા રોડ ઉપરથી વાહનો અને લોકોએ અવરજવર ચાલુ કરી દીધી હોય માર્ગનો વચ્ચેનો ભાગ ખરાબ થઈ ગયો – સુરભિબેન તમ્બાકુવાલા, પ્રમુખ, નગર પાલિકા, ભરૂચ
ભરૂચ શહેરના ઘી કોડિયા વિસ્તારમાં 11 મહિના પહેલા પાલિકાના કોન્ટ્રાકટરે દ્વારા બનાવવામાં આવેલા પરંતુ તે માર્ગનો વચ્ચેનો ભાગ ખરાબ થઈ જતા તેનું ખોદકામ કરીને રીપેરીંગની કામગીરી દિવાળીની ખરીદીના દિવસોમાં હાથ ધરવામાં આવતા સ્થાનિક વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ભરુચના ઘી કોડિયા વિસ્તારમાં 11 મહિના પહેલા 10 લાખના ખર્ચે નગરપાલિકાએ આર.સી.સી.માર્ગ બનાવ્યો હતો. પરંતુ રોડ બનાવ્યા બાદ તેની જાળવણી નહીં થતા નવા બનેલા રોડ ઉપરથી વાહનો અને લોકોએ અવરજવર ચાલુ કરી દીધી હોય માર્ગનો વચ્ચેનો ભાગ ખરાબ થઈ ગયો હતો. જેથી કોન્ટ્રક્ટરે પોતાના ખર્ચે આ માર્ગનું ખોદકામ કરીને ખરાબ થઈ ગયેલા માર્ગના રીપેરીંગ માટેની કામગીરી શરૂ કરી હતી. દિવાળીની ખરીદીની તૈયારીઓ ચાલતી હોય આ વિસ્તારમાં ઘણી દુકાનો આવેલી છે. દિવાળીની ખરીદીના સમયમાં માર્ગનું કામ કરીને પતરા મારીને માર્ગને બંધ કરવાની વાતચીત કરતા ત્યાંના વેપારીઓ અને સ્થાનિકોએ કામગીરી બંધ કરાવી હતી.