



અચાનક ધરા ધ્રુજવાથી રહીશો ઘરની બહાર નીકળી આવ્યા,કોઇ જાનહાની બનાવ નહીં,
નેત્રંગમાં ધરતીકંપના ભયંકર આંચકાથી ફફડાટ મચી જવા પામ્યો હતો,
દિવ્યાંગ મિસ્ત્રી – ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે સહિત સમગ્ર વિસ્તારમાં સાંજના ૩ : ૪૫ કલાકના સમયે જનજીવન રાબેતામુજબ ચાલી રહ્યું હતું. જે દરમ્યાન અચાનક ધરતીકંપના ભયંકર આંચકો અનુભવાતા અને પગ નીચેથી જમીન હલવા માંડી હતી. જાણેે મોટી હોનારતની ઘટના સજૉય હોય તેવું અનુભવાતા રહીશો પોતાની જાનની સલામતી માટે ઘરની બહાર નીકળી આવ્યા હતા,રોડ-રસ્તા ઉપર ચાલતો વાહનવ્યવહાર એકાએક થંભી ગયો હતો. રહીશોમાં ભયનો માહોલ જણાતા પોતાના પરીવારના સભ્યો અને સગા-સબંધીઓને ટેલિફોનીક માધ્યમથી ધરતીકંપના બાબતેે પુછપરછ કરી હતી,.
નેત્રંગ તાલુકામાં ધરતીકંપનો આંચકો ૨- ૩ સેકન્ડ સુધીનો હોવાનું જાણવા મળ્યું હતું,ભૂકંપનું કેન્દ્રબિંદુ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મોટા માલપોર ગામ ખાતે અને ભૂકંપની ૪.૨ તીવ્રતા હોવાનું જાણવા મળ્યું હતું,જે ભરૂચ જીલ્લા મથકથી દક્ષિણ દિશા તરફ ૩૬ કિમી દુર છે. આ બાબતે જવાબદાર લોકોએ સંવાદમાં જણાવ્યું હતું કે. નેત્રંગ તાલુકામાં ધરતીકંપનો આંચકો રહીશોને અનુભવાયો છે. પરંતુ સદનસીબે કોઇપણ પ્રકારના હોનારત,જાનહાનિ કે નુકસાન થયું નથી તેવું જાણવા મળ્યું હતું.