



બહુચર્ચિત ઘાસચારા કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવ અત્યારે રાંચીની અંદર સજા ભોગવી રહ્યા છે. જો કે અત્યારે રીમ્સની અંદર તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં જ તેમની જમાનત અરજી ઉપરન સુનવણી ટળતા તેઓ ઘણા નિરાશ થયા છે. જેલ મૈન્યુઅલ પ્રમાણે શનિવારે ત્રણ લોકોને મળવા સિવાય તેમણે બીજા કોઇ વ્યક્તિ સાથે મુલાકાત નથી કરી. તો બિહારમાં આજે વિધાનસભા ચૂંટણી માટેનું ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન પુરુ થયું છે. મતદાન પુરુ થતાની સાથે જ લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડવાના સમાચાર મળ્યા છે.
લાલુ પ્રસાદ યાદવને ડાયાબિટીઝ, હદય ઉપરાંત કિડનીની બિમારી પણ. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું કે તેમની કિડની ફંકશનિંગ જે પહેલા 35 ટકા હતું, તે હવે ઘટીને 25 ટકા થયું છે. એટલે કે તેમની કિડની માત્ર 25 ટકા જ કામ કરી રહી છે. તેમની કિડની લેવલ ફોર્થ ઉપર પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી લાલુ પ્રસાદ યાદવનું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યું છે. ડોક્ટોરોએ જણાવ્યું કે જરુર લાગશે તો તેમનું ડાયાલિસિસ પમ કરવામાં આવશે.
ડોક્ટરોએ જણાવ્યું કે તેમની તબિયત બગડવાનું એક કારણ માનસિક તણાવ પણ છે. બિહાર વિધાનસભાની ચૂંટણીને લઇને તેઓ સતત તણાવમાં રહ્યા છે. ઉપરથી કોર્ટે તેમની જમાનત અરજીની સુનવણી ટાળી છે, જેના કારણે તેમનો માનસિક તણાવ વધ્યો છે.