Vande Gujarat News
Breaking News
Breaking NewsGovtNationalScienceTechnologyWorld News

2020માં ઈસરોનું પ્રથમ મિશનઃ 10 સેટેલાઈટ લોન્ચ કર્યા

દિવાળી પહેલાં ઈસરોની ધમાકેદાર ‘આતશબાજી’

એક ભારતનો અને નવ વિદેશી સેટેલાઈટ મિશનમાં સામેલ હતાઃ વરસાદ આવતા લોન્ચિંગ થોડી મિનિટો પાછળ ઠેલવું પડયું હતું

(પીટીઆઈ) શ્રીહરિકોટા, તા. 8
ઈસરોએ જાણે દિવાળીના બરાબર એક સપ્તાહ પહેલાં ધમાકેદાર આતશબાજી કરી હતી! એક સાથે ૧૦ સેટેલાઈટ લોંચ કર્યા હતા. વરસાદી વિઘ્ન નડતા થોડી મિનિટો માટે મિશન લોંચ થશે કે નહીં તેની અનિશ્વિતતા સર્જાઈ હતી, પરંતુ ઈસરોએ વટભેર ૨૦૨૦નું પ્રથમ મિશન લોંચ કરીને ૧૦ ઉપગ્રહો છોડયા હતા.
દિવાળીની આતશબાજી થવાની તૈયારીમાં છે એ પહેલાં જાણે તેની શરૃઆત ઈસરોના મિશનથી થઈ હતી. ઈસરોના વિજ્ઞાાનિકોએ એક સાથે ૧૦ ઉપગ્રહો લોંચ કર્યા હતા. ૨૦૨૦માં કોરોનાના કારણે એક પણ મિશન લોંચ થયું ન હતું. ૧૧-૧૨ મહિનાના વિરામ પછી આ પ્રથમ મિશન હતું. એમાં ઈસરોએ વટભેર સફળતા મેળવી હતી.
ઈસરોએ મિશન માટે બપોરે ૩.૦૨નો સમય નિર્ધારિત કર્યો હતો, પરંતુ એ પહેલાં અચાનક વરસાદ ચાલુ થયો હતો. તેના કારણે મિશનનો સમયગાળો પાછો ઠેલવો પડયો હતો. વરસાદીનું વિઘ્ન ઈસરોના મનસૂબા પર પાણી ફેરવી શકે તેમ ન હતું. નિર્ધારિત સમયના ૧૦ મિનિટ પછી મિશન લોંચ થયું હતું.
ઈસરોના ચેરમેન કે. સિવને કહ્યું હતું કે આ મિશન ઈસરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. લોકડાઉનના સમયગાળા પછી આ પહેલું મિશન હતું. રોકેટ લોંચ કરવાનું કામ વર્ક ફ્રોમ હોમ થઈ ન શકે. એટલે દેશના અલગ અલગ સેન્ટર્સમાંથી આ લોંચિંગ માટે વિજ્ઞાાનિકો એકઠા થયા હતા. આ મિશન બધા માટે ખાસ હતું. ઈસરોના ચેરમેને વિજ્ઞાાનિકોને અભિનંદન આપતા કહ્યું હતું કે દિવાળી પહેલાં વિજ્ઞાાનિકોએ રોકેટ લોંચ કર્યું હતું.
આ મિશનમાં ભારતનો એક ઉપગ્રહ હતો અને ૯ વિદેશી ઉપગ્રહો હતા. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ઈઓએસ-૧ લોંચ થયો હતો. આ સેટેલાઈટ પૃથ્વી પર નજર રાખશે. દુશ્મનો પર પણ નજર રાખશે. લશ્કરી સર્વિલેન્સ,  વાતાવરણ ઉપરાંત કૃષિની સ્થિતિ વગેરે ઘણી બાબતોની જાણકારી આપશે. તે સિવાય ઈસરોએ અમેરિકાના ઉપગ્રહો લોંચ કરી આપ્યા હતા. લક્ઝમબર્ગ વગેરે દેશોના ઉપગ્રહો પણ એમાં સામેલ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઈસરોને અભિનંદન આપ્યા હતા. તે સિવાય દેશભરના યુઝર્સે ઈસરોને શુભેચ્છા પાઠવી હતી. ટ્વિટર-ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં હેશટેગ ઈસરો ટોપ ટ્રેન્ડ બન્યો હતો. તે સિવાય પીએસએલવી-સી૪૯ અને ઈઓએસ-૧ મિશન જેવા હેશટેગ પણ ટોપ-૫માં દિવસભર રહ્યા હતા.

संबंधित पोस्ट

સુરતના વેપારીને 11 લાખના સોનાના બિસ્કીટનો ચૂનો ચોપડનાર 2 ઝડપાયા

Vande Gujarat News

ગુજરાતનો પ્રથમ કેસ:વડોદરામાં 2 લાખ 20 હજારના મેડિક્લેમ માટે કોરોના પોઝિટિવનો બોગસ રિપોર્ટ બનાવ્યો

Vande Gujarat News

વડોદરા સહિત 5 શહેરોને 60 ઇલેક્ટ્રિક બસથી કનેક્ટ કરાશે, 224 કરોડના ખર્ચે બસ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય

Vande Gujarat News

US में आर-पार की जंग, ट्रंप बोले- लीगल वोट गिने जाएं तो होगी मेरी जीत, बाइडेन-हैरिस ने दिया जवाब

Vande Gujarat News

भारत से वैक्सीन आयात के लिए ब्राजील ने भेजा विमान

Vande Gujarat News

દુનિયાના સૌથી મોટા કોવિડ સેન્ટરથી રિપોર્ટ : અમે દરરોજ 12 કલાકની શિફ્ટ કરી રહ્યા છે, 4 લોકોની સાથે રૂમ શેર કરવો પડે છે, બિલ પણ હવે અમારે જ આપવું પડશે

Vande Gujarat News