



સરકાર જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકતા ફટાકડા વિક્રેતાઓ નારાજગી ફેલાઈ જવા પામી છે. કોરોના મહામારી વચ્ચે તમામ ધંધા રોજગાર પડી ભાગવાની સાથે સીઝનલ ધંધા પર પડેલી ગાજને લઇ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ફટાકડા સ્ટોર પર માંડ માંડ ગ્રાહકો આવી રહ્યા છે જે વચ્ચે સરકારી રોકથી વિપરીત અસર સર્જાશે.
આજીવિકા સવાલ સાથે ફટાકડા ફોડવા પર નિયંત્રણ આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારએ સપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે શનિવાર ના રોજ રાજ્ય જાહેરમાં ફટાકડા ફોડવા તેમજ વિદેશના ફટાકડા ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે.