



અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ કોરોનાની સારવાર માટે ફાળવી હતી
અંકલેશ્વર વાલિયા રોડ સ્થિતિ જયાબહેન મોદી હોસ્પિટલને કોરોનાના દર્દીઓની સારવાર માટે જિલ્લાવહીવટી તંત્ર દ્વારા 10 એપ્રિલથી સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ જાહેર કરી હતી. છેલ્લા 6 મહિના ઉપરાંતથી માત્ર કોરોનાના દર્દીઓની સારવાર કરી રહી હતી. જિલ્લામાં 1000થી વધુ દર્દીની સફળતા પૂર્વક સારવાર અત્યાર સુધી હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે.
જિલ્લા કોવિડ દર્દી ક્રમશ ઘટાડો થઇ રહ્યો છે. જે વચ્ચે અંકલેશ્વરમાં જયાબહેન મોદી હોસ્પિટલમાં સંચાલક મંડળએ ફરી તમામ પ્રકારના રોગો ઈલાજ માટે હોસ્પિટલ શરૂ કરવા જિલ્લા વહીવટી તંત્રએ મંજૂરી આપતા હવે આગામી સોમવાર થી જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે કોવિડ-19 ના દર્દી ઉપરાંત તમામ પ્રકરણ અસાધ્ય રોગો ની સારવાર અને નિદાન માટે ઓપીડી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે શરુ કરવામાં આવી રહી છે.
કોરોના દર્દીઓની સારી એવી કામગીરી કર્યા બાદ લોકોની માંગણી ના ભાગરૂપે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં લોકોના સામાન્ય તેમજ ગંભીર રોગોના ઈલાજ માટે જયાબેન મોદી હોસ્પિટલ સંપૂર્ણ શરૂઆત કરી રહી છે. જે પૂર્વે હોસ્પિટલ ખાતે સેનિટાઝાર, સોશ્યલ ડિસ્ટન્સ તેમજ અન્ય તમામ પ્રકારની તકેદારી લઇ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હોસ્પિટલ ખાતે આવતા તમામ દર્દીઓ ને તેમના સંબંધીઓ ની સ્કીંઈગ સહીત ની સુવિધા પણ કરવામાં આવી છે.
જેમાં કોઈ શકાસ્પદ કોવિડ દર્દી નજરે પડે તો તેને હોસ્પિટલ ખાતે જ અલાયદા ઉભા કરેલા કોવીડ વોર્ડ માં રીફર કરી તેની સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલ ખાતે આવતા તમામ દર્દીઓ ને તેમના સંબંધીઓ ની સ્કીંઈગ સહીત ની સુવિધા પણ કરવામાં આવી છે. જેમાં કોઈ શકાસ્પદ કોવિદ દર્દી નજરે પડે તો તેને હોસ્પિટલ ખાતે જ અલાયદા ઉભા કરેલા કોવીડ વોર્ડ માં રીફર કરી તેની સારવાર કરવામાં આવશે.
50 બેડનો અલાયદો વોર્ડ ચાલુ જ રહેશે
હોસ્પિટલ ખાતે એક આખો અલગ વોર્ડ 50 બેડનો કોવિડ વિભાગ માટે કરવામાં આવ્યો છે જેની એન્ટ્રી અને એક્ઝિટ પણ અલગ રાખવામાં આવી છે. જેનું સરકાર હસ્તકની આરોગ્ય ટીમ સંચાલક કરશે જયારે બાકી હોસ્પિટલમાં જયાબહેન મોદી પોતાની મૂળ તમામ આરોગ્ય લક્ષી સુવિધા શરૂ કરી રહી છે. > કમલેશ ઉદાણી,હોસ્પિટલના ટ્રસ્ટી મંડળના સભ્ય