



નર્મદા જિલ્લામાં હાલ કેવડિયા સ્થળ પ્રવાસનનું મોટું હબ બનતા જમીનોના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે ત્યારે ભરૂચના કેટલાક બિલ્ડરો જમીન ખરીદી કરતા જમીન માલિકોએ એક પાસે 20 લાખ લઇ બાનાખત કરી આ બાનાખત રદ કરાવ્યા વગર બીજા સાથે સીધો સોદો કરી દેતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. ભરૂચના બિલ્ડરો એ જમીન વેચાણ કરારમાં આવેલા 14 વ્યક્તિઓ સામે છેતરપિંડી નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કેવડિયા પાસેના ગભાણા ગામે આવેલ જમીન ભરૂચના બિલ્ડરોએ જમીન માલિકો સાથે 1.22 કરોડમાં સોદો નક્કી કરી બાનાખત પેટે 20.50 લાખ આપી બાનાખાત કર્યો હતો. હવે આ બિલ્ડરો સાથે બાનાખત કર્યો હોવા છતાં તેમને કોઈપણ જાતની જાણ કાર્યાવગર બીજા બિલ્ડર સાથે આજ જમીનનો સોદો કરી બીજી પાર્ટી સાથે કરી 6 ઓક્ટોબર 20 ના રોજ જમીન માલિકો અને ગણોતિયા સહિતના વ્યક્તિઓએ સીધો 18,33,000 ની રકમનો દસ્તાવેજ કરી લેતા ભરૂચના બિલ્ડરો સાથે વિશ્વાસ ઘાત કરતા ભરૂચના બિલ્ડરો એ 14 જેટલા શખ્સો વિરુદ્ધ છેતરપિંડી, ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે.
બિલ્ડરોએ 14 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
ગભાણા ગામના દાયમાં મંગલ ભલું, દાયમાં અમીના ઇસ્માઇલ, દાયમા મુસ્તાક ઇસ્માઇલ, ભાલોદ ગામના દાયમા ઝાહેદાબાનું જાકીર બેલીમ, દાયમા મુનીર ઇસ્માઇલ, ફેરકુવાના ઘોરી ઉમરખા દિલાવરખાન, ગભાણા ના દાયમા સકીના રસુલ, દાયમા ફાતમાં રસુલ, દાયમા સરફરાઝ રસુલ, દાયમા જાવીદખા રસુલ,દાયમા સલીમ રસુલ, દાયમા ઇમરાન રસુલ, દાયમા શાહિદા રસુલ વિરુદ્ધ બિલ્ડરોએ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.