Vande Gujarat News
Breaking News
Breaking NewsKevadiyaLifestyleNarmada (Rajpipla)NationalStatue of UnityTechnology

SOU નજીક વિશ્વકક્ષાનું રેલ્વે સ્ટેશન 2 માસ બાદ શરૂ થશે – પશ્ચિમ રેલવેના GMએ ડભોઈ અને કેવડિયાની મુલાકાત લીધી

કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વેગ આપવામાં તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે.બસની સુવિધા સાથે સી પ્લેનની સુવિધા ઉભી કરાઈ છે અને હવે ટ્રેન સેવા પણ શરૂ કરાશે,691 કરોડના ખર્ચ 80 કિલોમીટરની રેલ્વે લાઈન અને રેલ્વે સ્ટેશન તૈયાર થશે.વડોદરાથી ડભોઈ 39 કિમી.ની લાઈન, તેમજ ડભોઈથી ચાંદોદ 18 કિમી.નો ટ્રેક તૈયાર થઈ ગયો છે.ચાંદોદથી કેવડિયા 32 કિલો મીટરની રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે.

Kevadiya to get modern rly station | Vadodara News - Times of India

ડભોઈ અને કેવડિયા ખાતે રેલવે સ્ટેશનની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે.ત્યારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મનોજ કંશલે કેવડિયાના અદ્યતન રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મનોજ કંશલે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ક્યાંય નહિં જોયું હોય તેવું કેવડિયાનું સુવિધાથી સજ્જ ઈકો ફ્રેન્ડલી, વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર સિસ્ટમથી સંચાલિત રેલવે ભવન કામ પૂર્ણતાના આરે છે, આગામી 2 માસમાં કામ પૂરું થશે અને રેલ્વે સેવા શરૂ થશે એવુ ટિવટ કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કર્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ ભવનનું ખાતમુહૂર્ત 6 જૂન 19 ના રોજ કરવામાં આવ્યું હતું.31 ડિસેમ્બર 2020 પહેલાં પૂર્ણ કરવા તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે, 20 કરોડના ખર્ચે ભારતનું આધુનિક અને ઈકો ફ્રેન્ડલી રેલવે ભવન બનાવવામાં આવશે, સ્ટેશનની છત પરથી 200 કિલોવોટ સુધી વીજ ઉત્પાદન થવાનું સંભાવના છે.

संबंधित पोस्ट

સાવધાન / વિટામિન ડીની ઉણપ શરીર માટે છે ખતરનાક, શરીરનો આ ભાગ થઈ જાય છે નબળો

Admin

ભારત માટે સફળતા અને સેવા એક બીજાના પર્યાય, સોનું મહિલાનું આર્થિક શક્તિનું માધ્યમ

Vande Gujarat News

વડોદરામાં કોરોનાનો ડર ફાફડા અને જલેબીને દઝાડશે…આજે દશેરા છતાં માંડ બે કરોડ રૃપિયાના ફાફડા જલેબીનું વેચાણ થવાનો અંદાજ

Vande Gujarat News

सीसीएस ने 83 तेजस मार्क-1A फाइटर जेट के सौदे को दी मंजूरी

Vande Gujarat News

ખેડૂત ઉત્પાદક સંઘો બન્યા બાદ ગુજરાતના ખેડૂતોને મળશે 3 મોટા લાભ, જાણો સાબરકાંઠામાં PM મોદીએ શું કહ્યું

Vande Gujarat News

ભરૂચના કબ્રસ્તાનમાં મહિલાઓની કબરમાં કાણું પાડી વાળ ખેંચી કાઢતા સગીર સહિત ત્રણ પકડાયા, 1 કિલો વાળને 7 હજાર રૂપિયે વેચતા હતા

Vande Gujarat News