



સંજય પાગે – દરેક ક્ષેત્રમાં નિત નવા સંશોધન થતા હોય છે અને નવા ઉપકરણો આવતા હોય છે ત્યારે મેડીકલ ક્ષેત્રે ડોકટરો માટે ચોકસાઈ પૂર્વક સર્જરી કરવા માટે ઉપયોગી એવી રોબોટિક સર્જરી આવી ગઈ છે. જેના થકી ડોકટરો માનવ શરીરીમાં ગમે તેવી જટિલ સર્જરી ચોકસાઈથી કરી શકે છે. વડોદરાની ગુજરાત કિડની અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત રોબોટિક સર્જરી શરૂ કરવામાં આવી છે.
વડોદરાની ગુજરાત કિડની અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માત્ર કિડની જ નહીં અન્ય કેન્સર, સહિતની જટિલ સર્જરી કરવા માટે રોબોટિક મશીન ઉપલબ્ધ છે. જેનાથી દર્દીને ઘણી રાહત થશે.હવે જટિલ રોગોની સર્જરી કરાવવા માટે દર્દીઓએ બોમ્બે અને દિલ્હી નહિ જવું પડે.
હવે દક્ષિણ ગુજરાતમાં વડોદરામાં પ્રથમ રોબોટિક સર્જરીની સુવિધા ગુજરાત કિડની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે.ભૂતકાળમાં ડીઆરએસ જેની ચર્ચા કરતા હતા તે રોબોટિક સર્જરીની શરૂઆત ગુજરાતની કિડની અને સુપર સ્પેશિયાલિટી હોસ્પીટલ ખાતે કરવામાં આવી છે. રોબોટિક સર્જરીથી દર્દીઓને તેમના રોગોની સચોટ સર્જરી, ઓછી મુશ્કેલીઓ, તેમજ દર્દીઓને હોસ્પિટલમાં ઓછું રોકાવું પડશે. કેન્સર સર્જરી, બાયરીટ્રિક સર્જરી, હિસ્ટરેકટમી, જટિલ અને આવર્તક હર્નીયા સર્જરી, એન્ડોમેટ્રિઓસિસ અને કોઈપણ મોટી અથવા જટિલ સર્જરી રોબોટની મદદ થી ડોકટરો કરી શકશે. તબીબી ક્ષેત્રની આધુનિક સુવિધા છે જે વડોદરા શહેરમાં ગુજરાત કિડની અને સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
રોબોટિક સર્જરી ની વાત કરીએ તો કેન્સર સર્જરી બાયરીટ્રીક સર્જરી હિસ્ટરેકટમી જટિલ અને આવર્તક હર્નિયા સર્જરી એન્ડોમેટ્રીઓસીસ અને કોઈપણ મોટી અથવા જટિલ માં જટિલ સર્જરી માં રોબોટિક સર્જરી નિર્ણાયક ભૂમિકા ધરાવતી હોવાનું પુરવાર થયું છે.તબીબી ક્ષેત્રમાં આ અંતિમ અને એકમાત્ર તકનીક છે.જે આપણને હવે વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલ ગુજરાત કિડની એન્ડ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ માં મળી છે.આ રોબોટિક સર્જરી ની ખાસિયત પર એક નજર કરીએ તો અગાઉ જે નોર્મલી સર્જરી કરવામાં આવતી હતી તેનો ખર્ચ અંદાજીત પાંચ લાખ રૂપિયા સુધીનો થાય છે.જ્યારે રોબોટિક સર્જરી માત્ર અઢીથી ત્રણ લાખ રૂપિયામાં જ થઈ જશે.બીજી મહત્વની બાબત એ છે કે આ રોબોટિક સર્જરી માં સર્જરી કર્યા બાદ તેના લક્ષણો રહી જવાનું નહિવત સાબિત થયું છે.આ ઉપરાંત રાબેતા મુજબની સર્જરીમાં દર્દીને લાંબો સમય હોસ્પિટલમાં રહેવાની ફરજ પડતી હતી અને સ્વસ્થ થવામાં જે સમય બગડતો હતો તે આ રોબોટિક સર્જરી માં નહીં થાય. માત્ર ગણતરીના દિવસોમાં જ દર્દી સર્જરી બાદ સાજો થઇ જશે.મહત્વની બાબત તો એ છે કે આ રોબોટિક સર્જરીમાં દર્દીને ચીરા મુકવાની જરૂર નહીં પડે. ઉપરાંત રોબોટિક સર્જરીમાં લાંબો સમય નહીં લાગે માત્ર ગણતરીના કલાકમાં આ સર્જરી થઈ જશે