Vande Gujarat News
Breaking News
AccidentAnkleshwarBharuchBreaking NewsDahejHansotHealthJaagadiyaJambusarNetrangVagra

દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સી ને પહોંચી વળવા ભરૂચ 108 એમ્બુઅલન્સ ની ટીમ સજ્જ

Covid-19 ની મહામારી વચ્ચે પણ નાગરિકો માં દિવાળી ના તહેવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ત્યારે 108 ઇમર્જન્સી સેવા ના કર્મીઓએ દ્વારા ભરૂચ જિલ્લા ના નાગરિકોને દિવાળીની એડવાન્સ માં શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

કોઈ પણ સમયે 24/7 કોઈ પણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ આપવા માટે 108 એમ્બુઅલન્સ ભરૂચની ટીમે તૈયારીઓ કરી લીધી છે.

જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આ ત્રણ મુખ્ય દિવસોમાં અકસ્માતના તેમજ અન્ય ઇમર્જન્સી કેસો માં નોંધ પાત્ર વધારો થાય છે, તેને પહોંચી વળવા ભરૂચ 108 ના કર્મીઓએ પોતે નોકરી પર હાજર રહી અને તહેવારો ની ઉજવણી કરશે.

 

 

 

 

નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તેમાટે તૈયારીઓ સાથે 24/7 ખડે પગે રહેશે.

ભરૂચ જિલ્લા ના બધાજ નાગરિકો પોતાના પરિવારજનોો સાથે હર્ષોલ્લાસ થી તહેવારો ની ઉજવણી કરી શકે તે માટે 108 ના કર્મીઓ ફરજ પર હાજર રહી વિડિઓ કોલ જેવી (વર્ચુલ- ઉજવણી ) પધ્ધતિ થી પોતાના parivar સાથે ઉજવણી માં સામેલ થશે.

ખરેખર 108 ના કર્મીઓ તેમજ પોલીસ તેમજ હોસ્પિટલના કર્મીઓ ને સો સો સલામ કે જેઓ મહામારી હોય કે તહેવારો પોતાના ઘરે થી દૂર રહી નાગરિકો માટે ખડે પગે રહે છે.

108 ની ટીમ દ્વારા દિવાળી ના તહેવારોમાં ઇમર્જન્સી ને પહોંચી વળવા અને 24/7 ખડે પગે રહેવા પુરી તૈયારીઓ કરી લીધી છે.

દિવાળી ના તહેવારો માં ઇમર્જન્સી માં થતો વધારો માટે ની આગાહીઓ ના આંકડા ઓ નીચે મુજબ ના છે.

 

 

 

જેમાં છેલ્લા ચાર વર્ષ ના આંકડા તેમજ ચાલુ વર્ષે દિવાળી ના ત્રણ દિવસ માં કેટલી ઇમર્જન્સી આવી શકે તેની આગાહી (forcasting) આપવામાં આવેલ છે.

 

 

संबंधित पोस्ट

ભરૂચમાં નારાજ 100 કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડ્યો, કોંગ્રેસનો હાથ પકડ્યો

Vande Gujarat News

નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવતા

Vande Gujarat News

એક સર્વેના ડેટા અનુસાર 69 ટકા અફઘાનિસ્તાનોએ કહ્યું કે ભારત શ્રેષ્ઠ મિત્ર

Vande Gujarat News

राहुल गांधी ने बजरंग दल पर बैन को लेकर उठाए सवाल, कहा- क्या झूठ बोल रहा है Facebook

Vande Gujarat News

Hair Care Tips: ખોડો દૂર કરશે આ બીટરૂટ, આ રીતે ઉપયોગ કરો

Admin

ઝઘડિયાના વણાંકપોરની મહિલા સાથે વારંવાર ઝઘડા થતાં, પરીણિતાની ત્રાસ ગુજારતા પતિ સહિત 8 સાસરિયા સામે ફરિયાદ

Vande Gujarat News