



ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામનાર ઘંટા પાનનો સ્વાદ હવે અમદાવાદમાં પણ મળશે. જે અલગ પ્રકારના આયુર્વેદિક અને ઓર્ગેનેકિ વસ્તુઓનો ઉપયોગ કરીને આ પાનને બનાવવામાં આવે છે. અને આ જ કારણે પાનના શોખીનો માં આગવું સ્થાન ધરાવે છે.
પાન એક આયુર્વેદિક ઔષધી છે એ સિદ્ધાંત મુજબ, આ બનારસી પાન વાલા 125 પ્રકાર ના પાન બનાવે છે. જેની કિંમત 30 રૂ. થી શરૂઆત કરીને 5000 રૂપીયા સુધીના પાન પાન શોખીનો માટે આ પાન પાર્લરમાં બનાવવામાં આવે છે. જેમા આયુર્વેદના અશ્વગંધા, કસ્તુરી, સુવર્ણ ભસ્મ વગેરે વિવિધ આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગથી આ પાનો બનાવવામાં આવે છે.
ગ્રાહકોમાં ખાસ કરીને મીઠા પાન, કલકત્તી, રસ મલાઈ, ગંગા જમના, રીમ જીમ અને સદા બહાર જેવા વિવિધ પ્રકારના પાનો ઘંટનાદ સાથે પાન શોખીનોને ખવડાવવામાં આવે છે.