Vande Gujarat News
Breaking News
Breaking NewsDefenseGovtIndiaNationalPoliticalWorld News

ભારત ચીન સરહદ પછી જૈન હટાવવા માટે થયા સહમત વિવાદને વાતચીતથી ઉકેલ છે બંને દેશ

ભારત અને ચીન (India And China) પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા સરહદ (Border) વિવાદને પરસ્પર વાતચીત દ્વારા ઉકેલવા પર સહમત થઈ ગયા છે. આ સાથે જ મુદ્દાનું અંતિમ સમાધાન નીકળવા સુધી બંને દેશ ફ્રન્ટલાઇન એરિયા (Front line Area)માં મહત્તમ સંયમ બનાવી રાખશે. આ જાણકારી ચીની સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સ મારફતે સામે આવી છે. ચીનના રાષ્ટ્રીય રક્ષા મંત્રાલય (Chinese Defense Ministry)ની એક સત્તાવાર જાહેરાત પ્રમાણે, ભારત સાથે આગળ પણ વાતચીત ચાલું રહેશે તેવું કહેવામાં આવ્યું છે.

બંને દેશો સરહદથી વાહનો અને સેનાઓ હટાવશે

8મા સ્તરની કૉર્પ્સ કમાન્ડરની બેઠક બાદ ભારત અને ચીન સરહદ પર તણાવ ઘટાડવા માટે રાજી થઈ ગયા છે. બંને દેશો તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. બંને દેશો તરફથી કહેવામાં આવ્યું છે કે ગલતફેમી દૂર કરવા અને પોત-પોતાની સેનાને સંયમ વર્તવા કહીશું. બંને દેશો સરહદથી વાહનો અને સેનાઓ હટાવશે. નેશનલ સ્ટ્રેટજી ઇન્સ્ટીટ્યૂટમાં સંશોધન વિભાગના નિર્દેશક કિયાન ફેંગે કહ્યું કે, “સંવાદ અને સંચારને બનાવી રાખતા બંને દેશ મતભેદોને વધતા રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે.” ચીની નિષ્ણાતોએ જણાવ્યું કે, સાતમી અને આઠમા સ્તરની વાર્તાના પરિણામોએ સંકેત આપ્યા છે કે બંને પક્ષોએ પરસ્પર સહમતિથી મુદ્દાને ઉકેલવા સહમતિ દર્શાવી છે.

વિવાદને પરસ્પર સહમતિથી ઉકેલવાની સહમતિ

ગ્લોબલ ટાઇમ્સે સત્તાવાર સૂત્રોના આધારે કહ્યું કે, ચીને ભારતની સરખામણીમાં સૈનિકો તૈનાત કર્યા છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ભારતીય સેના કરતા વધારે શ્રેષ્ઠ છે જો કોઈ યુદ્ધ થાય છે તો, રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને દેશોની વાતચીતમાં વિવાદને પરસ્પર સહમતિથી ઉકેલવાની સહમતિ બની છે. બંને દેશોએ નક્કી કર્યું છે કે, તેઓ પોતાના ટોચના અધિકારીઓ તરફથી નક્કી કરેલી ગાઇડલાઇન્સ લાગુ કરશે. સાથે જ LAC પર તૈનાત સૈનિકોની વચ્ચે કોઈ પણ સંભવિત અણસમજને દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

6 મહિનાથી બંને દેશો વચ્ચે તણાવ

ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનાથી ચીન સરહદથી અડીને આવેલા પૂર્વ લદ્દાખમાં બંને દેશોની સેનાઓની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. 14-15 જૂનની રાત્રે પૂર્વ લદ્દાખમાં બંને પક્ષોની વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા અને ચીનના 40થી વધારે સૈનિકો માર્યા ગયા હતા.

संबंधित पोस्ट

शाह संग बैठक: किसानों को आज लिखित प्रस्ताव देगी सरकार, कृषि कानून वापस लेने से इनकार

Vande Gujarat News

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ૯ થી ૧૧ ઓગસ્ટ સુધી તિરંગા બાઈક રેલી યોજાશે.

Vande Gujarat News

પાકિસ્તાનમાં વહેલી ચૂંટણી થઈ શકે છે, પંજાબમાં PTIની જીતથી PML-Nમાં ખળભળાટ

Vande Gujarat News

ભાજપે શ્રીનગરના લાલ ચોકથી પ્રથમ ત્રિરંગા રેલીને લીલી ઝંડી બતાવી

Vande Gujarat News

મુર્મુની જીત કરતાં યશવંત સિન્હાની હારની વધુ ચર્ચા, જાણો ત્રણ મુદ્દામાં ક્યાં હતી ભૂલ?

Vande Gujarat News

CCIમાં કપાસ ખરીદીની મર્યાદાથી ખેડૂતોમાં રોષ:ભરૂચ નર્મદામાં એક જ જીનમાં ટેકાના ભાવે કપાસની ખરીદી કરાતી હોય 15 તાલુકાનાં ખેડુતોને ન્યાય આપવો મુશ્કેલ

Vande Gujarat News