



ભરત ચુડાસમા – ગુજરાતના ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગુજરાતમાં 2022 ની ચૂંટણી માટે નવા માળખાની રચના કરવામાં આવી. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ગુજરાતમાં તેમની નવી ટિમ જાહેર કરવામાં આવી હતી. નર્મદા, ભરૂચ જિલ્લા તેમજ વડોદરા શહેર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ ની વરણી કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં સહકારી આગેવાન અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પટેલ ની વરણી કરવામાં આવી છે.
જ્યારે વડોદરા શહેર નાં પ્રમુખ તરીકે ડો. વિજય શાહની વરણી કરવામાં આવી. જ્યારે જિલ્લામાં અશ્વિન પટેલ ની વરણી કરવામાં આવી. વડોદરા બીજેપી કાર્યાલય ખાતે નવ નિયુક્ત પ્રમુખ ડો. વિજય શાહનું સ્વાગત પૂર્વ પ્રમુખ રંજનબેન ભટ્ટ સહિત પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ એ સ્વાગત કરી પદભાર સોંપ્યો. નવનિયુક્ત વડોદરા અને ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ ઉપર આવનાર પંચાયત અને પાલિકાની ચૂંટણીની પણ રૂપરેખા તૈયાર કરવાની અને તમામ રીતે ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવાની જવાબદારી રહેલી છે. ત્યારે હવે મારુતિસિંહે પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો, હોદ્દેદારોને સંગઠિત થઈને, સંગઠનમાંં રહીને અને હળી મળીને આવનાર ચૂંટણીઓમાં એક જૂથ થઈ અને કામગીરી કરવા માટે આહવાન કર્યું છે. જ્યારે ઘનશ્યામ પટેલે નર્મદા જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની કમાન તેઓને સોંપવા બદલ સંગઠનના તમામ મોભીઓ, સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો અને ધારાસભ્યોનો આભાર માન્યો હતો.