



ભરૂચ DEOને આવેદન આપીને કાર્યવાહી કરવા રજૂઆત કરી
ભરૂચ જિલ્લામાં ખાનગી શાળાઓ સરકારના નિયમોને નેવે મુકીને વાલીઓને લૂંટી રહી હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. સોમવારે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ એનએસયુઆઇના કાર્યકરોએ ભેગા મળીને વિરોધ નોંધાવ્યો હતો. આવી કસૂરવાર ખાનગી શાળાઓ સામે કાર્યવાહી કરવા માટે ભરૂચ ડીઇઓને આવેદન આપીને રજૂઆત કરી હતી.ભરૂચ એનએસયુઆઇના પ્રમુખ યોગેશ પટેલે જણાવ્યુ હતુ કે, ખાનગી શાળાઓ એફઆરસીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને વાલીઓને લૂંટી રહી છે. તેમની સામે કાર્યવાહી થવી જોઇએ. કાર્યવાહી ન કરવાય તો આવનાર દિવસોમાં ડીઇઓ કચેરીને તાડાબંધી કરીને શાળાઓ સામે ધરણા પ્રદર્શન કરીશું. કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.