Vande Gujarat News
Breaking News
Bharuch BJP Breaking News Election Gujarat Karjan Political Politics Vadodara

ગુજરાતની આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી ઉજવણી

ભરૂચના પાંચબત્તી ખાતે ભાજપના આગેવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી

ભરત ચુડાસમા – ગુજરાત વિધાનસભાની યોજાયેલ પેટા ચુંટણીમાં તમામ આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો બિહાર વિધાનસભાની ચુંટણીમાં પણ એન.ડી.એ ગઠબંધને સારો દેખાવ કર્યો છે. ત્યારે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ ભાજપ દ્વારા પણ ઉજવણી કરવમાં આવી હતી.પાંચબત્તી ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયના વધામણા લીધા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર,ધારાસભ્ય દુષ્યંત પટેલ,જીલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ચુંટણીમાં વિજયોત્સવ ફટાકડા ફોડી મનાવવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી અને પ્રદુષણનાં કારણે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે, ત્યારે ભરૂચ જીલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા ન હતા. પરંતુ એકબીજાનું મોઢું મીઠું કરી અને જીતની શાનદાર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ , જીનવાલા કેમ્પસ ખાતે ” આઝાદીનો અમૃત મહોત્સવ – હર ઘર તિરંગા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

Vande Gujarat News

બુસ્ટર પમ્પીંગ સ્ટેશનનું ખાતમુર્હત:ઝઘડિયા GIDCમાં રૂા. 60 કરોડના ખર્ચે NCTનું નવું બુસ્ટર પમ્પિંગ સ્ટેશન બનશે

Vande Gujarat News

અંકલેશ્વરમાં સતત બીજા દિવસે વાયુ પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર વધારો…

Vande Gujarat News

ભરૂચના APMC – કતોપોરના વેપારીઓ ભારત બંધમાં જોડાશે

Vande Gujarat News

ભરૂચમાં આજથી વેક્સિનેશન શરૂ, 3 કેેન્દ્ર પર 300 આરોગ્ય કર્મીઓનેે રસી અપાશે

Vande Gujarat News

FPO:ખેડૂત કંપનીઓ બ્રાંડ બનાવી પોતાની ખેતપેદાશોના બજાર કરતાં 20% વધુ ભાવ મેળવી રહી છે

Vande Gujarat News