



ગુજરાતમાં 8, ઉ. પ્રદેશમાં 7, મણિપુરમાં 4, કર્ણાટકમાં બે બેઠકો પર ભાજપનો વિજય
છત્તીસગઢ, હરિયાણામાં કોંગ્રેસ જીતી મધ્ય પ્રદેશમાં પેટા ચૂંટણીઓ કોંગ્રેસના બળવાખોર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા માટે લીટમસ ટેસ્ટ સમાન હતી
(પીટીઆઈ) નવી દિલ્હી,
ભાજપે મંગળવારે દેશના 11 રાજ્યોમાં 59 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીઓમાં કેટલાક રાજ્યોમાં વિરોધ પક્ષના સૂપડાં સાફ કરી નાંખ્યા હતા. ભાજપે 11 રાજ્યોની 59 બેઠકોમાંથી 40થી વધુ બેઠકો જીતી છે જ્યારે મધ્ય પ્રદેશમાં તેણે 28માંથી 19 બેઠકો જીતીને શિવરાજસિંહ ચૌહાણની સરકાર બચાવી લીધી છે. પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં ભાજપે આઠે-આઠ બેઠકો પર વિજય મેળવ્યો છે.
ભારતમાં કોરોના મહામારી વચ્ચે 11 રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશમાં ભાજપે સાતમાંથી છ બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે એક બેઠક સમાજવાદી પક્ષના ખાતામાં ગઈ છે. બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે 11 રાજ્યોની 59 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી. મધ્ય પ્રદેશમાં ભાજપ માટે આ પેટા ચૂંટણી ખૂબ જ મહત્વની હતી, કારણ કે શિવરાજસિંહ ચૌહાણનું ભાવી આ ચૂંટણીના પરિણામો પર ટકેલું હતું.
શિવરાજ સરકારને ટકી રહેવા માટે આઠ બેઠકોની જરૂર હતી. 28 બેઠકોની પેટા ચૂંટણીમાંથી 19 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે જ્યારે બાકીની 9 બેઠકો કોંગ્રેસ જીતવામાં સફળ રહી છે. આ પેટા ચૂંટણી કોંગ્રેસમાંથી બળવો કરીને તેમના વફાદાર ધારાસભ્યો સાથે ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંિધયા માટે પણ લીટમસ ટેસ્ટ સમાન હતી.
ગુજરાતમાં આઠ બેઠકો પર પેટા ચૂંટણી હતી. કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામુ આપતાં પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે બધી જ આઠ ચૂંટણીઓ જીતી લીધી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ 2022ની વિધાનસભા ચૂંટણીનું ટ્રેલર છે. ઉત્તર પ્રદેશમાં પણ આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી ભાજપે સાત બેઠકો જીતી લીધી છે જ્યારે એક બેઠક સમાજવાદી પક્ષે જીતી હતી. સપાના વડા અખિલેશ યાદવે ભાજપે ચૂંટણીમાં ગેરરીતિઓ આચરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
મણિપુરમાં ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ભાજપે અહીં ચાર બેઠકો જીતી છે જ્યારે એક બેઠક અપક્ષના ખાતામાં ગઈ છે. મણિપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામા આપતાં ચૂંટણી યોજવી જરૂરી હતી. આ ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. કર્ણાટકમાં યેદીયુરપ્પાના નેતૃત્વમાં શાસક ભાજપે અહીં બંને પેટા ચૂંટણી જીતી લીધી છે.
ભાજપે જેડીએસની સિરા અને કોંગ્રેસની રાજેશ્વરી નગર બેઠકો પોતાના કબજામાં કરી લીધી છે. ભાજપના ઉમેદવાર ડૉ. સી. એમ. રાજેશ ગૌડાએ 1200 મતના તફાવતથી સીરા વિધાનસભા બેઠક જીતી લઈને ઈતિહાસ સર્જ્યો છે. આ બેઠક પર ભાજપે સૌપ્રથમ વખત વિજય મેળવ્યો છે. આર. આર. નગરમાં એન. મુનિરથાના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી કુસુમા સામે 58,000 મતોના તફાવતથી જીત્યા છે.
સીરા બેઠક પર જેડીએસના ધારાસભ્ય બી. સત્યનારાયણનું ઑગસ્ટમાં નિધન થયું હતું જ્યારે આરઆર નગરમાં કોંગ્રેસના ધારાસભ્ય મુનિરથનાએ રાજીનામુ આપતાં આ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. ઝારખંડના સંયુક્ત ચૂંટણી અિધકારી હિરાલાલ મંડલે જણાવ્યું હતું કે, દુમકા અને બેરમો બેઠકો શાસક ગઠબંધન પક્ષોએ જાળવી રાખી હતી. દુમકા બેઠક ઝારખંડ મુક્તિ મોરચાએ જીતી હતી જ્યારે બેરમો બેઠક પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.
ઓડિશામાં શાસક પક્ષ બીજુ જનતા દળે આ બાલાસોર અને તિર્તોલ બેઠકો જીતી લીધી હતી. બાલાસોરમાં ભાજપના ધારાસભ્ય મદન મોહન દત્તા અને તીર્તોલમાં બીજુ જનતા દળના ધારાસભ્ય વિષ્ણુચરણ દાસના નિધનના કારણે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. હરિયાણામાં કોંગ્રેસના ઈન્દુ રાજ નરવાલે ભાજપના ઓલિમ્પિક વિજેતા રેસલર યોગેશ્વર દત્તને બરોડા વિધાનસભા બેઠક પર હરાવ્યા હતા.
વિધાનસભાઓની 59 બેઠકની પેટા ચૂંટણીના પરિણામ
રાજ્ય |
ભાજપ |
કોંગ્રેસ |
અન્ય |
મ.પ્રદેશ |
19 |
9 |
0 |
ગુજરાત |
8 |
0 |
0 |
ઉ.પ્રદેશ |
6 |
0 |
1 |
મણિપુર |
4 |
0 |
1 |
કર્ણાટક |
2 |
0 |
0 |
ઓડિશા |
0 |
0 |
2 |
ઝારખંડ |
0 |
1 |
1 |
નાગાલેન્ડ |
0 |
0 |
2 |
તેલંગણા |
1 |
0 |
0 |
હરિયાણા |
0 |
1 |
0 |
છત્તીસગઢ |
0 |
1 |
0 |
કુલ |
40 |
12 |
7 |
* બિહારમાં લોકસભાની એક બેઠકની પેટા ચૂંટણી જેડીયુ જીત્યો.
બિહારમાં હારેલા દિગ્ગજ નેતાઓ
ઉમેદવાર |
બેઠક |
પક્ષ |
લવ સિંહા |
બાંકીપુર |
કોંગ્રેસ |
સુભાશીની શરદ યાદવ |
બિહારીગંજ |
કોંગ્રેસ |
ઉશા વિદ્યાાૃર્થી |
પાલીગંજ |
એલજેપી |
ઉદય નારાયણ ચૌાૃધરી |
ઇમામગંજ |
આરજેડી |
અજય પ્રતાપ |
જમુઇ |
આરએલએસપી |
લવલી આનંદ |
સહારસા |
આરજેડી |
ઓમ પ્રકાશ યાદવ |
સિવાન |
ભાજપ |
બ્રિજ કિશોર બિંડ |
ચૈનપુર |
ભાજપ |
જયકુમાર સિંઘ |
દિનારા |
જદ(યુ) |
બિહારમાં જીતેલા દિગ્ગજ નેતા
ઉમેદવાર |
બેઠક |
પક્ષ |
તેજસ્વી યાદવ |
રાઘોપુર |
આરજેડી |
તેજ પ્રતાપ યાદવ |
હસનપુર |
આરજેડી |
અનંતકુમારસિંહ |
મોકામા |
આરજેડી |
જિતનરામ માંજી |
ઇમામગંજ |
હમ |
પ્રમોદ કુમાર |
મોતિહારી |
ભાજપ |
રેણુ દેવી |
બેતિયા |
ભાજપ |
નંદ કિશોર યાદવ |
પટના સાહિબ |
ભાજપ |
શ્રેયાસી સિંહ |
જમુઇ |
ભાજપ |
શ્રવણ કુમાર |
નાલંદા |
જદ(યુ) |