Vande Gujarat News
Breaking News
Breaking NewsGovtIndiaNationalWorld News

પડોશીઓની સરહદોને સન્માન આપવાનું શીખો : મોદીનો પાક-ચીનને સ્પષ્ટ સંદેશ – શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની ઓનલાઈન બેઠક

એસસીઓના સભ્ય દેશો સંવાદ દ્વારા વિવાદ ઉકેલે : જિનપિંગ

કાશ્મીરમાં ભારતે લીધેલાં પગલાં સામે ઈમરાન ખાનનો વિરોધ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની ઓનલાઈન બેઠક આજે શરૂ થઈ હતી. આ સંગઠનમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન સહિત આઠ દેશો છે. એ બેઠકને ઓનલાઈન સંબોધતા મોદીએ ચીન અને પાકિસ્તાનને સખણા રહેવા સલાહ આપી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે અન્ય દેશોની સરહદોને સન્માન આપો અને તેની એકતા-અખંડિતાનો આદર કરો. એ વખતે પાકિસ્તાનના ઈમરાન ખાન અને ચીનના ઝિનપિંગ ઓનલાઈન બેઠકમાં હાજર જ હતા. ભારત-ચીન વચ્ચે મે મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ પછી આ પહેલો પ્રસંગ છે, જ્યારે મોદી-ઝિનપિંગ કોઈ બેઠકમાં મળ્યા હોય.

મોદીએ કહ્યુ હતુ કે ભારત અન્ય દેશોની એકતા અને અખંડિતતાને માન આપે છે અને અન્ય દેશો પણ આપે એવી અપેક્ષા રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત હંમેશા દરેક સમસ્યા વાટાઘાડો વડે ઉકેલવામાં માને છે. આ બેઠકની અધ્યક્ષતા રશિયન પ્રમુખ પુતિને લીધી હતી. પુતિને કહ્યું હતું કે અમે બે રસી બનાવી છે અને ત્રીજી તૈયાર થઈ રહી છે. તૈયાર થયેલી બન્ને રસી સલામત છે, માટે તેના નામે અન્ય દેશોએ રાજકારણ ન રમવું જોઈએ.

ચીની પ્રમુખ ઝિનપિંગે કહ્યુ હતુ કે એસસીઓના સભ્ય દેશો વિવાદનો ઉકેલ સંવાદ દ્વારા લાવે એ જરૂરી છે. જોકે તેમની આ વાતનું તેઓ પોતે જ પાલન કરતા નથી, એ વાત જગજાહેર છે. પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાને કાશ્મીરમાં ભારતે હટાવેલી કલમ 370 સામે અહીં પણ વાંધો રજૂ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે બળજબરી પૂર્વક કોઈ પ્રદેશ પોતાનામાં ભેળવી દેવાની કાર્યવાહીનો પાકિસ્તાન હંમેશા વિરોધ કરે છે. ઈમરાને ઉમેર્યું હતંું કે આવા પગલાઓથી શાંતિ જોખમાય છે. ટૂંકમાં કાશ્મીરમાં ભારતના પગલાથી ડરી ગયેલા ઈમરાને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનો ડર રજૂ કર્યો હતો.

संबंधित पोस्ट

સ્ટેટ મોનિટરીંગ સેલે વડોદરા શહેર બાદ હવે ભીમપુરા શેરખી સ્થિત આવેલા એક ફાર્મ હાઉસમાંથી લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડતા પોલીસ બેડામાં દોડધામ

Vande Gujarat News

अमेरिका: भारतीय मूल की कमला हैरिस ने रचा इतिहास, उपराष्ट्रपति पद पर पहुंचने वाली पहली महिला

Vande Gujarat News

मुंबई: यूपी के CM योगी आदित्यनाथ से मिले अक्षय कुमार, फिल्म सिटी पर चर्चा

Vande Gujarat News

राकेश टिकैत बोले- जिस थाने से किसानों को परेशान करेंगे, वहीं बांध देंगे पशु

Vande Gujarat News

મુખ્યમંત્રીના હસ્તે 241.34કરોડના ખર્ચની સિપુ યોજનાનું ખાતમુર્હત

Vande Gujarat News

કાશ્મીરમાં ભાજપના ત્રણ નેતાઓનો હત્યારો હિઝબુલ ચીફ સૈફુલ્લા ઠાર – કાશ્મીરના મોસ્ટ વોન્ટેડ આતંકીનો 72 કલાકના ઓપરેશન બાદ સફાયો

Vande Gujarat News