Vande Gujarat News
Breaking News
Breaking NewsNationalWorld News

ઇસ્લામિક સ્ટેટનો આતંક : મોઝામ્બિકમાં 50થી વધુ લોકોના માથા વાઢી નાખ્યા – ફૂટબોલ મેદાનમાં એકઠા કરીને નરસંહાર આચર્યો

3 વર્ષમાં 2 હજારથી વધારેને ઈસ્લામીક આતંકીઓએ મારી નાખ્યા, સવા ચાર લાખથી વધારે નાગરિકો બેધર

માપુતો,

આફ્રિકાના પૂર્વ છેડે આવેલા દેશ મોઝામ્બિકમાં ઈસ્લામીક સ્ટેટનો આતંક જોવા મળી રહ્યો છે. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણેે ત્રણેક દિવસથી ચાલી રહેલા સંઘર્ષમાં આતંકીઓએ 50થી વધારે નાગરિકોના માથા કાપી નાખ્યાં છે. મોઝામ્બિકમાં 2017થી ઈસ્લામિક સ્ટેટ (આઈસિસ)નો આતંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર છેડે આવેલા કાબો ડેલ્ગાડો પ્રાંતમાં આતંકીઓની સંખ્યા વધતી જાય છે.

ફૂટબોલ મેદાનમાં લોકોને એકઠા કરીને આતંકીઓએ તેમના સર કલમ કર્યા હતા. આ વિસ્તારમાં 2017થી આજ સુધીમાં આ રીતે 2 હજાર નાગરિકોને મારી નખાયા છે. આતંકીઓના ત્રાસથી 4.30 લાખ નાગરિકો ઘર-બાર છોડીને ભાગી છૂટયા છે.

આ વિસ્તારમાં ગેસનો મોટો ભંડાર છે. કિંમતી પથ્થર રૂબી પણ અહીંની ધરતીમાં થાય છે. તેના પર કબજો જમાવવા આતંકીઓ આ કાયરતાપૂર્ણ કૃત્ય કરી રહ્યાં છે. નજરે જોનારાઓએ કહ્યુ હતું કે આતંકીઓએ મારી નાખવા ઉપરાંત ઘરો પણ સગળાવી દીધા હતા. હુમલા વખતે આતંકીઓ મહિલા કે બાળકોને પણ છોડતા નથી. સત્તાધિશોએ કહ્યું હતું કે લાશોને એવી રીતે કાપી નાખવામાં આવે છે કે તેમની ગણતરી કરવી પણ મુશ્કેલ થઈ પડે છે.

संबंधित पोस्ट

વિશ્વની  સૌથી મોટી સંસ્થા ”અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનના“ ચેરમેન પદે ઈતિહાસમાં સૌ પ્રથમવાર યુવા ચેરમેન તરીકે નિશાંત પટેલની ભવ્યજીત

Vande Gujarat News

વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રેલવે ના સંયુક્ત ઉપક્રમે રેલવે ના કુલી ભાઈઓને દિવાળી નિમિતે અનાજ ની કીટ અને મીઠાઈ વિતરણ કરવામાં આવી

Vande Gujarat News

गुजरात के ‘गे’ राजकुमार मानवेंद्र सिंह गोहिल समेत 50 से अधिक ट्रांसजेंडर भाजपा में हुए शामिल, कहा- चुनाव लड़ने भी तैयार

Vande Gujarat News

अब चीन ने दिखाया पैगंबर मोहम्मद का कैरिकेचर, पाकिस्तान ने बरती चुप्पी, चीन के सरकारी चैनल सीसीटीवी ने हाल ही में प्रसारित किया पैगंबर मोहम्मद का कैरिकेचर

Vande Gujarat News

મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રયાસોથી વર્ષોથી ભરૂચના અંકલેશ્વર તરફના નર્મદા નદીના કાંઠા વિસ્તાર માં થઇ રહેલ જમીનોનું ધોવાણ અટકાવવા જે તે સબંધિત વિભાગને કાર્યવાહી કરવા સી.એમ વિજય રૂપાણીએ આપી સૂચના 

Vande Gujarat News

અમદાવાદઃ સિંધુભવન રોડ પર ડ્રગ્સના કાળા બજાર! 1-1 ગ્રામ ડાંગર બનાવી નબીરા વેચતા 3 પકડાયા હતા